ઘોર કળિયુગમાં હેવાનિયતની હદ! 11 વર્ષના બાળક સાથે ગંદી હરકતો, અપહરણ બાદ હત્યા
પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસીયા નામના બાળકનું ગામના ફારુક જમાલ દાઉમાં નામના શખ્સે અપરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા.
અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં 11 વર્ષના બાળક મહોમદ શેરશીયાના અપહરણ બાદ તેની હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે માસૂમ બાળકની હત્યાને લઇ જિલ્લા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યારાની શોધખોળ હાથ ધરી જેમાં ગામના ફારુક જમાલ દાઉમાં નામના એક શકમંદને ઝડપી તેની પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશે
પાલનપુરના ટોકરીયા ગામમાં હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.. પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસીયા નામના બાળકનું ગામના ફારુક જમાલ દાઉમાં નામના શખ્સે અપરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા.ત્યારે બાળકે તેનો વિરોધ કરતા અને આ 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો.
સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે! શું છે રાજકોટ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે પ્લાન?
ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસુમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા એ એલસીબી ,એસઓજી, ગઢ પોલીસ સહિતની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવીને માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતમાં આ રાઉન્ડ બાદ આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ! આ તારીખથી ફરી થશે દે ધનાધન...
પોલીસે સૌ પ્રથમ ટોકરીયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે! શું છે રાજકોટ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે પ્લાન?