સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે! જાણો રાજકોટ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે શું છે માસ્ટર પ્લાન?

આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્ટોલ અને પ્લૉટ ધારકો જ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં.

સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે! જાણો રાજકોટ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે શું છે માસ્ટર પ્લાન?
  • રાજકોટ લોકમેળાની લઈ PGVCL દ્વારા એક્શન પ્લાન કરાયો તૈયાર 
  • TRP ગેમઝોન ઘટના બાદ તંત્ર લોકમેળાને લઈ સજાગ 
  • પ્રથમ વખત લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે 
  • PGVCLના સુપ્રિટેન્ડેનત એન્જિનિયર જે. બી. ઉપાધ્યાય એ આપી માહિતી 
  • અંડર ગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલ દ્વારા મંજુરી આપવામાં આવી છે
  • મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યાં સુધી ફિટનેસ સર્ટી રજૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી વીજ કનેક્શન નહીં આપવામાં આવે...

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટના લોકમેળા માટે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. 

શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી TRP ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

પીજીવીસીએલના સુપ્રિડેન્ટ એન્જીનીયર જે.બી. ઉપાધ્યાય  જણાવ્યું હતુ કે, આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ માટે પીજીવીસીએલ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.  મેળામાં સ્ટોલ અને પ્લૉટ ધારકો જ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. આ પ્રકારના નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news