રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 111% વરસાદ, 13 ડેમ 100% ભરાયા
રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મોસમનો સારો વરસાદ નોંધાઇ ચુક્યો છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદના પગલે રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી આજ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં મોસમનો 111% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેમાં વીંછીયા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામા 90%થી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે.
રાજકોટ જિલ્લામાં કુલ 25 ડેમ આવેલા છે જે પૈકી 13 ડેમ 100% ભરાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ નાની-મોટી સિંચાઇ યોજનાના 25 ડેમનો સમાવેશ થાય છે. આ પૈકી આજી-1 , ન્યારી -1 , આજી-2 , ન્યારી-2 સહિત 13 ડેમો 100% ભરાઇ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર સહિત 7 ડેમો 90%થી વધુ ભરાયા છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી પગલે તમામ ડેમ છલોછલ થવાની શકયતા જોવામાં આવી રહી છે.
- રાજકોટ જિલ્લાના 13 ડેમ 100 % ભરાયા
- રાજકોટ જિલ્લાના 7 ડેમ 90% થી વધુ ભરાયા
- રાજકોટ જિલ્લાનો 1 ડેમ 80% થી વધુ ભરાયા
- રાજકોટ જિલ્લાના 4 ડેમ 65% થી વધુ છે ભરાયા
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોંડલ તાલુકામાં 149% નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ વીંછીયા તાલુકામાં 80% નોંધાયો છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 111 % વરસાદ નોંધાઈ ચુક્યો છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી, આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં તાલુકા પ્રમાણે વરસાદની સ્થિતિ
- ગોંડલ તાલુકામાં 149% વરસાદ
- જામકંડોરણા તાલુકામાં 146% વરસાદ
- લોધિકા તાલુકામાં 130% વરસાદ
- પડધરી તાલુકામાં 121% વરસાદ
- કોટડાસાંગાણી તાલુકામાં 114% વરસાદ
- ધોરાજી તાલુકામાં 111% વરસાદ
- જેતપુર તાલુકામાં 104% વરસાદ
- રાજકોટ શહેરમાં 97% વરસાદ
- જસદણ તાલુકામાં 93% વરસાદ
- ઉપલેટા તાલુકામાં 91% વરસાદ
- વીંછીયા તાલુકામાં 80% વરસાદ
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube