ચેતન પટેલ/સુરત: સુરતમાં વિશ્વાસઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં બેન્કના લોન વિભાગના કર્મચારીઓએ બેન્ક સાથે જ છેતરપીંડી કરી છે. જગ્યાના ખોટા ભાવ રજૂ કરી ઊંચી લોન અપાવી બેન્ક સાથે 31 કરોડ રૂપિયાની ઉચાપત કરી છેતરપીંડી આચરી હતી. જે ઘટનામાં સુરત ઇકોસેલ પોલીસ દ્વારા 4 જેટલા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષની દિવ્યાંગ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાએ પટકતાં પાંસળીઓ તૂટી ગઈ


સુરત દેશમાં ઝડપથી વિકાસ પામતું અને મેગા સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સુરત શહેર ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર છે. આથી સુરત શહેરમાં અનેક નાની મોટી થાપણો મુકી ભવિષ્ય બાબતે ચિંતામુક્ત થાય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ પોતાના આર્થિક ફાયદો કરાવવા માટે જાણી જોઈને પોતાનું કામ યોગ્ય રીતે નહીં કરીને ખોટી રીતે લોન મેળવી બેંકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી રહેલાની ફરિયાદો ઉઠવા પામી છે. 


જ્યાં PM, CM, મંત્રી-સંત્રીઓ રોકાય છે, ત્યાં કેમ નથી CCTV? કોઈ ઘટના બને તો જવાબદારી


ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લીમીટેડમાં હેડ કલેક્શન, ફ્રોડ રીસ્ક અને એનાલીટીક્સ દ્વારા સુરત પોલીસને અરજી અપાઇ હતી. જેમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લીમીટેડમાં ઓવર ફંડીંગ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.. જેમાં બેન્કના કર્મચારી તથા કેસ લાવનાર વ્યક્તિ અને વેલ્યુઅરે મુખ્ય ભાગ ભજવી બેન્કને મોટુ આર્થીક નુકસાન કરી બેંક સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર મામલે ઈકોસેલ દ્વારા પ્રાથમીક તપાસ શરૂ કરવામાં આવી હતી. 


ગુજરાતના આ શહેરમાં હાર્ટ અટેકથી મરી રહ્યાં છે જુવાનજોધ લોકો! જાણો શું છે કારણ


તપાસ દરમ્યાન સને-2020 થી સને-2021 દરમ્યાન બેન્ક દ્વારા જે લોનો આપવામાં આવી છે તે લોનના કેસો 12 જેટલા વ્યક્તિઓ મિલ્કતની તથા લોન ધારકોની વિઝીટ જેવી બાબતોની જવાબદારી નહી નિભાવી હોવાનું સામે આવ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે વેલ્યુઅરના વેલ્યુએશન રીપોર્ટ બેન્કમાં સબમીટ કરાવી તમામે ભેગા મળી એકબીજાના મેળાપીપણામાં તમામે પોતાનો આર્થિક લાભ મેળવવા અંગેનો માટે મનસૂબો પાર પાડવા માટે સુઆયોજીત કાવતરૂ રચી આયોજન બધ્ધ રીતે જે તે મિલ્કતની વેલ્યુ ઓછી હોવા છતા વધુ બતાવી હોવાનું સામે આવ્યું હતું. અને બેંકમા લોન મેળવવાની પ્રક્રિયામાં એકબીજાની મદદગારી કરી બેન્ક પાસેથી અલગ અલગ રકમની લોનો 115 જેટલા લોન ધારકોને અપાવી બેન્કને ઓવર ફંડીંગ કરાવી સને-2020-2021 દરમ્યાન બેન્ક સાથે અંદાજીત રૂ.31 કરોડની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યો હતો.


આ અભિનેત્રી બની છે યૌન શોષણનો શિકાર, લોકો મોકલી રહ્યાં હતા પ્રાઈવેટ પાર્ટના ફોટો


ઈકોસેલ તપાસ તેજ કરતા આરોપીઓ મયુરકુમાર શશીકાંત બિસ્કીટવાલા, સંજય કાનજીભાઇ બોઘરા, પવનકુમાર મોહનદાસ સાધવાણી અને સંદિપકુમાર પ્રવિણચંદ્ર રાણા નામના 4 ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી હતી. સાથે જ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ લીમીટેડ બેન્કનાં નાણા કોણે કોણે ઉપયોગમાં લીધા છે તેમજ આ પ્રોફાઇલ ફંડીંગમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.


રિઝર્વ બેંકમાં પડી છે નોકરીઓ, આ રહી સિલેક્શનથી લઈને સેલેરી સુધીની તમામ વિગતો


ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રકરણમાં ચારેય આરોપીઓએ અલગ અલગ ભૂમિકા નિભાવીને લોકો સાથે છેતરપીંડી કરી છે. જેમાં મયુર બિસ્કીટવાલા ઉત્કર્ષ સ્મોલ બેંકમાં મેનેજર હતા જેમણે લોન આપવા પહેલા ચકાસણી નહોતી કરી. સંજય બોધરા બેંકમાં ડીએસએ તરીકે કામ કરતા અને મિલકતની વેલ્યુએશન ઓછી હોવા છતાં આરોપીઓ સાથે મળી લોન ડીસ્બર્સ કરાવી હતી. પવન સાધવાણી બેંકમાં વેલ્યુઅર હતા અને તેમણે મિલકોતની વેલ્યુએશન વધુ પ્રમાણમાં બતાવી રિપોર્ટ સબમિટ કર્યા હતા. સંદિપ રાણી પણ ડીએસએ હતા અને તેમણે પણ ઓછી વેલ્યુએશન વાળી મિલકતો સંબંધે ધ્યાન દોરવાની જગ્યાએ આર્થિક ફાયદો મેળવ્યો હતો.


એક સાથે 6 પત્નીઓ સાથે રોમાન્સ કરી શકે એ માટે આ કરોડપતિએ એવું કર્યું કે તમે ચોંકી જશો