Pics: એક સાથે 6 પત્નીઓ સાથે રોમાન્સ કરી શકે એ માટે આ કરોડપતિએ એવું કર્યું કે તમે ચોંકી જશો, ખર્ચી નાખ્યા 80 લાખ

જેમની પાસે રૂપિયા હોય છે એમના શોખ પણ નવાબી હોય છે. બ્રાઝિલનો એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. પહેલાં તે 9 પત્નીઓ રાખવા માટે ચર્ચામાં હતો, હવે તેને એક અનોખો બેડ બનાવ્યો છે જેથી તે છ પત્નીઓ સાથે એક સાથે સૂઈ શકે. જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

1/6
image

આર્થર ઓ ઉર્સો (Arthur O Urso) એક સાથે 9 છોકરીઓ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યો હતો. આ બ્રાઝિલિયન મોડલ અને ઈન્ફલુએન્સર હવે તેના અનોખા બેડ માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

2/6
image

છ પત્નીઓ સાથે સૂવા માટે તેણે 80,000 પાઉન્ડ (80 લાખ રૂપિયા)નો 20 ફૂટનો બેડ બનાવ્યો છે. તે માને છે કે હવે તે તેની બધી પત્નીઓ સાથે સૂઈ શકશે. તેનાથી સંબંધ મજબૂત થશે

3/6
image

ઈન્સ્ટાગ્રામ પર બેડની તસવીર શેર કરતા તેણે જણાવ્યું કે તેણે છ પત્નીઓ સાથે પ્રેમ વધારવા માટે 20 ફૂટ પહોળો અને 7 ફૂટ લાંબો વિશાળ બેડ બનાવ્યો છે. તેને બનાવવામાં 15 મહિનાનો સમય લાગ્યો હતો. તેને બનાવવામાં 12 લોકોની ટીમ લાગી હતી.  

4/6
image

આર્થરે એક પોર્ટલને કહ્યું, "બેડનો વિચાર જગ્યાને કારણે આવ્યો હતો. કેટલીકવાર મારે સોફા અને ડબલ બેડ શેર કરવો પડતો હતો, અને મારી પત્નીઓ માટે જગ્યા બનાવવા માટે ફ્લોર પર સૂવું પણ પડતું હતું. મારા સંબંધો દરમિયાન  હું મારા અને મારી પત્નીઓ માટે જીવન સરળ બનાવવા માટે પ્રોજેક્ટ બનાવી રહ્યો છું."

5/6
image

આર્થરને નવ પત્નીઓ હતી, પરંતુ ગયા વર્ષે ચારે છૂટાછેડા લીધા હતા. આ પછી તેણે તાજેતરમાં જ 51 વર્ષની ઓલિંડા મારિયા સાથે લગ્ન કર્યા. હવે તેની છ પત્નીઓ છે.

6/6
image

હવે તેના લગ્ન 27 વર્ષની લુઆના કાઝાકી, 21 વર્ષની એમિલી સોઝા, 24 વર્ષની વાલ્કીરિયા સેન્ટોસ, 51 વર્ષની ઓલિન્ડા મારિયા, 23 વર્ષની ડેમિયાના અને 28 વર્ષની અમાન્દા અલ્બુકર્ક સાથે થયા છે.