RBI Recruitment 2023: રિઝર્વ બેંકમાં પડી છે નોકરીઓ, આ રહી સિલેક્શનથી લઈને સેલેરી સુધીની તમામ વિગતો
RBI Grade B 2023 Notification: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની અધિકૃત વેબસાઈટ પર આરબીઆઈ ગ્રેડ બી ભરતી 2023 માટેની સૂચના સંબંધિત ટૂંકી સૂચના બહાર પાડી છે. ઉમેદવારો આરબીઆઈ ગ્રેડ બી 2023 સૂચના સંબંધિત વિગતવાર માહિતી અહીં ચકાસી શકે છે.
Trending Photos
RBI Grade B 2023 Notification Sarkari Naukri: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની સત્તાવાર વેબસાઈટ પર આરબીઆઈ ગ્રેડ બી ભરતીની ટૂંકી સૂચના જારી કરી છે. જાહેર કરાયેલી ટૂંકી સૂચના અનુસાર, આરબીઆઈ DR જનરલ PY/ ઈકોનોમિક અને પોલિસી રીસર્ચ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટેસ્ટિક એન્ડ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ 2023 હેઠળ ગ્રેડ B પોસ્ટ પર કુલ 291 અધિકારીઓની ભરતી કરશે. આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 09 મેથી શરૂ થશે અને સબમિશનની છેલ્લી તારીખ 09 જૂન, 2023 છે.
RBI ગ્રેડ B 2023 પરીક્ષા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા, પરીક્ષાની તારીખ, પાત્રતા અને એડમિટ કાર્ડની ઉપલબ્ધતા સંબંધિત તમામ અપડેટ્સ માટે RBIની સત્તાવાર વેબસાઇટ www.rbi.org.in પર નજર રાખવી જોઈએ. એ નોંધવું અગત્યનું છે કે RBI ગ્રેડ B 2023 ની પરીક્ષા માટે ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી નોટિફિકેશનમાં બહાર પાડવામાં આવી નથી. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે, આરબીઆઈએ કુલ 294 ખાલી જગ્યાઓ બહાર પાડી હતી.
આ પણ વાંચો:
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ? અજીત પવારના બળવાના સંકેત!
25 વર્ષીય જિયાએ 5 પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો 3 જૂનનો ઘટનાક્રમ
ખડગેના નિવેદન સામે પાટિલનો પલટવાર, કહ્યું; 'કોંગ્રેસ શેરીના ગુંડા જેવી ભાષા બોલે છે'
RBI Grade B Vacancy 2023
ગ્રેડ B (DR) જનરલ PY-2023 માં અધિકારીઓ: 222
ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ (DEPR) -PY2023 ગ્રેડ B માં અધિકારીઓ: 38
અધિકારી ગ્રેડ B (DR) ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ-2023 (DSIM): 31
RBI Grade B Eligibility Criteria 2023 : ભારતીય રિઝર્વ બેંક તેની વિગતવાર સત્તાવાર સૂચનામાં 25 એપ્રિલ, 2023 ના રોજ RBI ગ્રેડ B 2023 પરીક્ષા માટે પાત્રતા માપદંડો જાહેર કર્યા છે. દરમિયાન, ઉમેદવારો પાછલા વર્ષની સૂચનાના આધારે પાત્રતા માપદંડ ચકાસી શકે છે.
RBI Grade B Age Limit
જે ઉમેદવારો RBI ગ્રેડ B ની પરીક્ષા આપવા માંગે છે તેઓને ચોક્કસ વય મર્યાદા પૂરી કરવી પડશે. પરીક્ષા માટે લાયક બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. જો કે, સરકારી નિયમો અનુસાર, વિવિધ શ્રેણીઓ માટે ઉંમરમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
રાશિફળ 28 એપ્રિલ: આ રાશિના જાતકો માટેલાભકારી છે આજનો દિવસ, આર્થિક સંકટ થશે દૂર
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
જલદી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, 1 વર્ષ બાદ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ ફાયદો કરાવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે