રાજકોટ : અભ્યાસ માટે મમ્મીએ આપેલો ઠપકો ભારે લાગતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી
રાજકોટના સરધારમાં એક વિદ્યાર્થીનીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હતું.
સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટના સરધારમાં એક વિદ્યાર્થીનીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હતું.
Video : પ્રેમી કરીને ભાગી જનારાઓને ગામલોકોએ આપી તાલિબાની સજા, નગ્ન કરી માર માર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સરધારમાં 17 વર્ષની કિરણ અબાસણીયા પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સાંજે તેણે પોતાના શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. આ મામલે પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે, તેણે ધોરણ-10માં 70થી વધુ ટકા મેળવ્યા હતા, હાલ તે ધોરણ અગિયારમાં ભણતી હતી. તેથી તેની માતાએ ગઈકાલે સાંજે તેને અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. ત્યારે ગુસ્સામાં આવેલી કિરણે આત્મહત્યાનુ પગલુ ભર્યું હતું. તેણે માતાનો ઠપકો આરકરો લાગતા કેરોસીન છાંટીને મોત વ્હાલુ કર્યું હતું.
અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ
તેના પિતા પ્રવિણભાઈ ખેતમજૂરી કરે છે. ત્યારે દીકરીના મોતથા અબાસણીયા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :