• મ્યુવડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો

  • વડોદરામાં અત્યારસુધી મ્યુકોરમાઇકોસીસના 12 કેસ નોંધાયા


રવિ અગ્રવાલ/વડોદરા :હાલ ગુજરાતમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ નામની વધુ એક બીમારી ચર્ચા જગાવી રહી છે. કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) બીમારી જોવા મળી રહી છે. ત્યારે હવે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીસના કેસ જોવા મળી રહ્યાં છે. આવામાં વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો છે. સયાજી હોસ્પિટલમાંથી મ્યુકોરમાઇકોસીસનો શંકાસ્પદ દર્દી ભાગી જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દર્દીની અગાઉ સર્જરી પણ કરાઈ હતી. આ દર્દીમાં મ્યુકોરમાઇકોસીસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જોકે હજી સુધી સયાજી હોસ્પિટલ તંત્રએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આજે વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો વધુ એક કેસ નોંધાયો છે. વાઘોડિયા રોડની 72 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધાને મ્યુકોરમાઇકોસીસ થયો છે. આ વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ, ડાબા ગાલ પર સોજો, સાઇનસ અને આંખના હાડકા ખવાઈ ગયાની તકલીફો સામે આવી છે. હાલ વૃદ્ધાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યારસુધી મ્યુકોરમાઇકોસીસના 12 કેસ નોંધાયા છે, જેમાં એકનું મોત થયું છે. 


આ પણ વાંચો : ન્યૂ યરની રજામાં પોળો ફોરેસ્ટ ફરવા જનારા ખાસ નોંધ લે આ સમાચારની


મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો 


  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે

  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે

  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે


આ પણ વાંચો : પતિ-પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડી, કલોલ બંધ મકાન બ્લાસ્ટમાં બીજું મોત


મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં 20 ટકા જેટલો છે. 


કેવા દર્દીને થાય છે આ બીમારી 
આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.


આ પણ વાંચો : વિશ્વમાં પહેલીવાર બાળકના નાળમાં પહોંચ્યું પ્લાસ્ટિક, અજીબ કિસ્સો વાંચીને થરથરી જશો