વિશ્વમાં પહેલીવાર બાળકના નાળમાં પહોંચ્યું પ્લાસ્ટિક, અજીબ કિસ્સો વાંચીને થરથરી જશો

દુનિયામાં પહેલીવાર અજન્મેલા શિશુઓના પ્લેસેંટા (નાળ)માં માઈક્રોપ્લાસ્ટિક પહોંચવાનું માલૂમ પડ્યું છે. આ એક મોટી ચિંતાનો વિષય છે. પ્લેસેંટામાં હાજર માઈક્રોપ્લાસ્ટિક તેની હેલ્થને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે સ્પષ્ટ નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, માઈક્રોપ્લાસ્ટિક કણ ઝેરીલા પદાર્થોના સંવાહકના રૂપમાં કાર્ય કરી શકે છે.

વિશ્વમાં પહેલીવાર બાળકના નાળમાં પહોંચ્યું પ્લાસ્ટિક, અજીબ કિસ્સો વાંચીને થરથરી જશો

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયામાં પહેલીવાર અજન્મેલા શિશુના પ્લેસેંટા (નાળ)માં માઈક્રોપ્લાસ્ટિક પહોંચવાનું માલૂમ પડ્યું છે. આ એક મોટી ચિંતાનો વિષય છે. પ્લેસેંટામાં હાજર માઈક્રોપ્લાસ્ટિક તેની હેલ્થને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે સ્પષ્ટ નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, માઈક્રોપ્લાસ્ટિક કણ ઝેરીલા પદાર્થોના સંવાહકના રૂપમાં કાર્ય કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભ્રૂણના વિકાસમાં પ્લેસેંટાની મહત્વની ભૂમિકા હોય છે. તેના દ્વારાજ માનવ ભ્રૂણમાં ઓક્સિજન પહોંચાડે છે. માઈક્રોપ્લાસ્ટિકના કણોમાં પૈલેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવી ઝેરીલી ભારે ધાતુઓ સામેલ હોય છે. રિસર્ચર્સે સ્પષ્ટ કર્યુ છે કે, માઈક્રોપ્લાસ્ટિકના કણ ભ્રૂણના વિકાસને પ્રભાવિત કરી શકે છે. ભવિષ્યમાં બાળકની ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર પાડી શકે છે. 

એન્વાર્યનમેન્ટ ઈન્ટરનેશનલ રિપોર્ટમાં ખુલાસો
આ મહિનાની શરૂઆતમાં એન્વાર્યનમેન્ટ ઈન્ટરનેશનલના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, નાળમાં મળેલ માઈક્રોપ્લાસ્ટિક સિન્થેટિક યોગિકોથી યુક્ત છે. શોધમાં 18 થી 40 વર્ષની 6 સ્વસ્થ મહિલાઓના પ્લેસેંટાનુ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી 4માં માઈક્રોપ્લાસ્ટિક કણ મળી આવ્યા છે. તેમાં કુલ મળીને 5 થી 10 માઈક્રોન આકારના 12 માઈક્રોપ્લાસ્ટિક (પીએમ)ના ટુકડા મળ્યા છે. 

શોધકર્તાઓના અનુસાર, આ કણ એટલા બારીક છે કે સરળતાથી લોહીના માધ્યમથી શરીરમાં પહોંચી શકે છે. તેમાં 5 ટુકડા ભ્રૂણમાં હતા. 4માં શરીરના અને 3 કોરિયએમ્રિયોટિક ઝિલ્લી મળી આવ્યા હતા. ડોક્ટરોનું માનવુ હતું કે, આ કણ માતાના શ્વાસ અને મોઢાના માધ્યમથી ભ્રૂણમાં પહોંચ્યા હશે.

આ 12 ટુકડામાંથી 3ની ઓળખ પોલીપ્રોપાઈલીનના રૂપમાં કરવામાં આવી છે. જે પ્લાસ્ટિકની બોટલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ટેસ્ટીંગમાં 9 ટુકડામાં સિન્થેટિક પેઈન્ટની સામગ્રી હતી, જેનો ઉપયોગ ક્રીમ, મેકઅપ કે નેઈલપોલિશ બનાવવામાં થાય છે. 

શું હોય છે માઈક્રોપ્લાસ્ટિક
પ્લાસ્ટિકના મોટા ટુકડા તૂટીને નાના કણોમાં બદલાઈ જાય છે, તો તેને માઈક્રોપ્લાસ્ટિક કહેવાય છએ. તેના સાથે જ કપડા અને અન્ય વસ્તુઓના માઈક્રોફાઈબરના તૂટવા પર પણ માઈક્રોપ્લાસ્ટિક બને છે. ઉલ્લેખનીય છે કે, 1 માઈક્રોમીટરથી 5 મિલીમીટરના ટુકડાને માઈક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. જેનો મતલબ એ છે કે, તે એટલા નાના હોય છે કે, તે સરળતાથી લોહીના માધ્યમથી શરીરમાં પહોંચી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news