‘વાયુ’ના પ્રકોપથી ગીરના સિંહોને બચાવાયા, 13નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું
વાયુ વાવાઝોડું ગુજરાતથી માત્ર 340 કિલોમીટર દૂર છે, અને આજે રાત્રે વેરાવળના બંદરે ત્રાટકશે. ત્યારે વાયુ વાવાધોડાથી રાજ્યના 31 તાલુકાના 408 ગામ અને 60 લાખ લોકોને અસર થશે. જેને પગલે 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો પોતાના પશુધનને સાથે રાખીને સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના 13 સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.
અમરેલી :વાયુ વાવાઝોડું ગુજરાતથી માત્ર 340 કિલોમીટર દૂર છે, અને આજે રાત્રે વેરાવળના બંદરે ત્રાટકશે. ત્યારે વાયુ વાવાધોડાથી રાજ્યના 31 તાલુકાના 408 ગામ અને 60 લાખ લોકોને અસર થશે. જેને પગલે 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો પોતાના પશુધનને સાથે રાખીને સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના 13 સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.
ભયાનક ‘વાયુ’ વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : તિથલ દરિયો ગાંડોતૂર, તાપીમાં ધોધમાર વરસાદ
વાયુ વાવાઝોડું ધોધમાર વરસાદ આવશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5થી 9 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના 13 સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહિત સમુદ્ર કિનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોને ખસેડી લેવામાં આવ્યા છે. જેમા ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાળ વિસ્તારના સિંહોનો સમાવેશ થાય છે. જેમાં વડાદરા ડોડીયાના ૩, આદરીના 5 અને હીરણ નદી કાંઠે વસવાટ કરતા 5 સિંહોને ખસેડાયા છે.
CycloneVayu : વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયાના મોજા બન્યા શક્તિશાળી, જુઓ શું થયું
તો બીજી તરફ, રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે સિંહો સહિત વન્યપ્રાણીના લોકેશન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. દરિયા કાંઠે 25 પ્રકારના વન્ય પ્રાણીઓનો વસવાટ છે. જેમાં સિંહ, દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણીઓનો સામવેશ થાય છે. રાજુલા રેન્જ દ્વારા સિંહોના લોકેશન રાખવા અને સતત વન્યપ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચનાઓ મળી છે. વાયુ વાવાઝોડુ આવે તો સિંહો તણાય નહિ તેની માટે તમામ તકેદારી રાખવા વન અધિકારીઓને કહી દેવાયું છે.