Cyclone Vayu : વાયુ વાવાઝોડાથી વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયામાં કરંટ, જુઓ શું થયું

વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અગાઉ 110-120 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાશે તેવું કહ્યું હતું. પણ હવે જણાવે છે કે, વાયુ વાવાઝોડુ દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ 165 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારે દરિયા કાંઠે કરંટને કારણે મોજા વધુ ઊંચા ઉછળી શકે છે. 

Cyclone Vayu : વાયુ વાવાઝોડાથી વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયામાં કરંટ, જુઓ શું થયું

અમદાવાદ :ગુજરાતના દરિયા કાંઠા તરફ આવી રહેલા વાયુ વાવાઝોડાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે તેની અસરો ઠેકઠેકાણે દેખાઈ રહી છે. વાવાઝોડાને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી જ હતી, પણ તેની અસર હવે દરિયા કાંઠે વર્તાઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ આવશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5થી 9 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અગાઉ 110-120 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાશે તેવું કહ્યું હતું. પણ હવે જણાવે છે કે, વાયુ વાવાઝોડુ દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ 165 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારે દરિયા કાંઠે કરંટને કારણે મોજા વધુ ઊંચા ઉછળી શકે છે. 

વેરાવળમાં દરિયામાં કરંટથી મોજા ઉંચા ઉછળ્યા
વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળ બંદર પર 45૦૦ જેટલી નાની મોટી બોટો છે. વાવાઝોડું આવે તો 100થી વધુ બોટોને નુકશાન થાય તેવી શક્યતા છે. બંદર પર પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી આ 1૦૦ જેટલી બોટોનું સેૉફ જગ્યા પર પાર્કિંગ નથી થઇ શક્યું.

વલસાડ અને દ્વારકામાં પણ દરિયામાં કરંટ
વાયુની અસરને પગલે વલસાડમાં દરિયાના મોજા શક્તિશાળી બન્યા. જોકે, દરિયા કિનારા પર કોઈ પણ તંત્ર કે પોલીસ કાફલો નથી તેવુ ઝી 24 કલાકની તપાસમાં જોવા મળ્યું હતું. તો દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં વહેલી સવારથી જ વાયુની અસર જોવા મળી છે. દરિયાની લહેરોના કરંટમાં વધારો થઇ રહ્યો છે. 

‘વાયુ’ના ગુજરાતમાં સાઈડ ઈફેક્ટ્સ દેખાયા : ક્યાંક વરસાદ, તો ક્યાંક વાતાવરણમાં પલટો

દરિયા કિનારે અસર
કચ્છના દરિયા કિનારે 2.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. તો જામનગરના દરિયા કિનારે 2.4 મીટર, પોરબંદરના દરિયાકિનારે 2.3 મીટર, જૂનાગઢના દરિયાકિનારે 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. દીવના દરિયાકિનારે 4.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. અમરેલીના દરિયાકિનારે 4.6 મીટર ભાવનગરના દરિયા કિનારે 2.5 મીટર, ખેડાના દરિયાકિનારે 2 મીટર, સુરતના દરિયાકિનારે 2.5 મીટર, નવસારીના દરિયાકિનારે 2.5 મીટર અને વલસાડના દરિયાકિનારે 2.4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news