હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડીયા અને મહેસાણાના કલોલમાં આભ ફાટ્યું છે. જામનગરના જોડીયામાં અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોરબીના ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો


આ ઉપરાંત સુરતના ઉમરપાડા અને મોરબી જિલ્લાના મોરબી શહેરમાં 10 ઈંચથી વધુ વરસાદ, મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતી અને કચ્છના અંજારમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકા એવા છે જ્યાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 53 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.


આ પણ વાંચો:- રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા, સોશિયલ ડિસ્ટનસિંગની સાથે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા


રાજ્યના 85 તાલુકામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 136 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 198 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે વહેલી સવારથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબીના ટંકારામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબીના મોરબી શહેરમાં સવારથી આઠ વાગ્યા સુધીમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે.


આ પણ વાંચો:- મેઘકહેર: દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 ઇંચ વરસાદ


સુરેન્દ્રનગરના દસાડા, પાટણના સિદ્ધપુર, કચ્છના ભૂજ અને રાજકોટના ધોરાજીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોરબીના ટંકારામાં ગઇકાલ અને આજે વહેલી સવાર સુધીમાં કુલ 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ટંકારના સર્કિટ હાઉસ નજીક નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં આઠ લોકો ફસાયા હતા. મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં તમામને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર