રૂપાણી સરકારના 16 મંત્રીઓને પદ તો ગયું પણ સરકારી બંગલાનો મોહ છૂટતો નથી, કરી રહ્યાં છે જલસા
Government Of gujarat: ગુજરાતમાં સરકાર બદલાતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે.
Gujarat Minister: રૂપાણી સરકાર ઘરભેગી થયે દોઢ વર્ષનો સમય થયો છતાં પણ ભાજપના 16 નેતાઓને સરકારના ખર્ચે જલસાબંધ રહેવાનો મોહ હજુ છૂટ્યો નથી. જેને પગલે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના 7 મંત્રીઓેએ પણ ફરી બંગલાની માગણી કરી છે. આમ પ્રજાના રૂપિયે નેતાઓને ગાંધીનગરમાં મજા કરવી છે અને સરકાર લીલીઝંડી આપી રહી છે.
રૂપાણી સરકાર એકાએક ઘરભેગી થઈ જતાં મંત્રીઓએ એ સમયે તો બંગલા ખાલી કર્યા નહોતા પણ હવે તો ફરી નવી સરકાર બની ગઈ છે અને નવી સરકારના 4 મંત્રીઓ સરકીટ હાઉસમાં રહી રહ્યાં છે. જેઓ ઉત્તરાયણ બાદ નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે. નવી સરકારનું મંત્રી મંડળ નાનું હોવાથી જૂના પૂર્વ જોગીઓ બંગલાઓ ખાલી કરવાના મૂડમાં નથી.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
ગુજરાતમાં સરકાર બદલાતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના ૧૬ જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી.
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ
જ્યારે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડને સવા વર્ષ બાદ ફરીથી મંત્રીપદ મળતા તેઓ મંત્રી નિવાસમાં રહેવા જતા રહ્યા છે. પણ અન્ય મંત્રીઓ હજુ સરકારી બંગ્લામાં રહી રહ્યાં છે. આમ પ્રજાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે. કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા, રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રહે છે. જેઓ ઉત્તરાયણ બાદ મંત્રી નિવાસમાં રહેવા જશે.
હવે સવાલ એવો છે કે શા માટે પ્રજાના રૂપિયે ભાજપના નેતાઓ સરકારી બંગ્લામાં જલસા કરી રહ્યાં છે. હવે સ્થિતિ એવી છે કે નેતાઓમાં પણ દેખાદેખીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી સવા વર્ષની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકી નવી સરકારમાં જેમને પડતા મુકાયા છે તે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ. બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી સહિત સાતેક પૂર્વ મંત્રીઓએ પણ બંગલા માંગ્યા છે. જેના કારણે રૂપાણી સરકારના ૧૬ પૈકી ૧૨ને ઝડપથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન બંગલા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીઓને પણ શરમ ન આવતાં આખરે સરકારે આદેશ કરવો પડ્યો છે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube