ચોમાસા બાદ ગાબડાવાળા રસ્તાઓની મરામત માટે CMએ ફાળવી 172.48 કરોડની ગ્રાન્ટ
આ વર્ષે ગુજરાત (Gujarat)માં 145થી વધુ ટકા વરસાદ (Monsoon) પડ્યો છે, પણ આ સાથે જ ગુજરાતના મોટાભાગના રોડ-રસ્તાઓ (Damage Roads) ધોવાઈ ગયા હતા. આકાશમાંથી પથરા પડ્યા હોય તેવા મસમોટા ગાબડા રસ્તાઓ પર પડ્યા છે. જેને કારણે નાગરિકોને ચાલવામાં તથા વાહનો (Vehicles) હાંકવામાં પારવાર તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોની આ સમસ્યાને દૂર કરતો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સડક યોજના (Mukhya mantri sadak Yojana) અંતર્ગત 172. 48 કરોડની ગ્રાન્ટ (Grant) રાજ્યની 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદી મોસમમાં રસ્તાને થયેલા નુકશાનની મરામતમાં કરવામાં આવશે.
હિતલ પારેખ/ગાંધીનગર :આ વર્ષે ગુજરાત (Gujarat)માં 145થી વધુ ટકા વરસાદ (Monsoon) પડ્યો છે, પણ આ સાથે જ ગુજરાતના મોટાભાગના રોડ-રસ્તાઓ (Damage Roads) ધોવાઈ ગયા હતા. આકાશમાંથી પથરા પડ્યા હોય તેવા મસમોટા ગાબડા રસ્તાઓ પર પડ્યા છે. જેને કારણે નાગરિકોને ચાલવામાં તથા વાહનો (Vehicles) હાંકવામાં પારવાર તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોની આ સમસ્યાને દૂર કરતો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સડક યોજના (Mukhya mantri sadak Yojana) અંતર્ગત 172. 48 કરોડની ગ્રાન્ટ (Grant) રાજ્યની 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદી મોસમમાં રસ્તાને થયેલા નુકશાનની મરામતમાં કરવામાં આવશે.
AMTSનો કૌભાંડી કંડક્ટર પકડાયો, મુસાફરોના ટિકીટના રૂપિયા ચાંઉ કરી જતો, અને ટિકીટ ન આપતો
વરસાદ બાદ રસ્તાનું રિપેરીંગ જરૂરી બન્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 162 નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે, માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે 160.48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકશાન થયું છે. જેને કારણે રસ્તાઓ પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના રસ્તાઓનું રિસરફેસીંગ, રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. આ હેતુથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓને આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
અમદાવાદ પહોંચ્યા રાહુલ ગાંધી, એરપોર્ટ બહાર કારમાંથી ઉતરીને કાર્યકર્તાઓને મળ્યા
રોડની તમામ કામગીરી કરાશે
મુખ્યમંત્રીએ એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યની બ, ક અને ડ વર્ગની ૩૧ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂ. ૧ર.૩૦ કરોડ ફાળવવામાં આવશે. આ રકમનો ઉપયોગ થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે.
ગોઝારો શુક્રવાર : બે બાઈક સવાર અને ડ્રાઈવર ટ્રક નીચે દબાયા, બાદમાં જીવતા ભૂંજાયા
સપ્ટેમ્બરમાં 216 કરોડ ફાળવ્યા હતા
જે 162 નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે, તેમાં અમદાવાદ ઝોનની ર૭, ગાંધીનગરની ૩૦, વડોદરાની ર૬, સુરતની રર, રાજકોટની ૩૦ તેમજ ભાવનગરની ર૭ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા પ૦૦ કરોડની જોગવાઇ આ વર્ષે નગરો-મહાનગરોમાં માર્ગો-રસ્તાના કામો માટે કરવામાં આવી છે. આ જોગવાઇમાંથી રાજ્યની નગરપાલિકાઓને ચોમાસામાં અતિભારે વર્ષથી રસ્તા-માર્ગોને થયેલ નુકશાનની મરામત માટે 160.48 કરોડ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ રાજ્યના 8 મહાનગરોને આવા ભારે વરસાદથી નુકશાન થયેલા માર્ગોની મરામત માટે રૂ. 216 કરોડની ગ્રાન્ટ અગાઉ સપ્ટેમ્બર માસમાં ફાળવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :