AMTSનો કૌભાંડી કંડક્ટર પકડાયો, મુસાફરોના ટિકીટના રૂપિયા ચાંઉ કરી જતો, અને ટિકીટ ન આપતો

કરોડો રૂપિયાની ખોટ કરતી AMTS બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈને ટીકિટ નહિ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMTSની સ્કવોડની ટીમે વહેલી સવારે સાયન્સ સિટી પાસેથી પસાર થતી AMTS બસને અટકાવી ચેકિંગ હાથ ધર્યું હતું. બસ કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ તરફ જઈ રહી હતી. બસમાં મુસાફરી કરી રહેલાં 4૦ જેટલા મુસાફર ટીકિટ વગરના ખુદાબક્ષ હોવાનું માલુમ પડ્યું હતું. ચોંકાવનારી બાબત એ હતી કે, કંડક્ટરે આ તમામ મુસાફરો પાસેથી ટીકિટના નાણાં વસૂલ કર્યા હતા. પરંતું તેમને ટિકીટ આપી ન હતી. 
AMTSનો કૌભાંડી કંડક્ટર પકડાયો, મુસાફરોના ટિકીટના રૂપિયા ચાંઉ કરી જતો, અને ટિકીટ ન આપતો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કરોડો રૂપિયાની ખોટ કરતી AMTS બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈને ટીકિટ નહિ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMTSની સ્કવોડની ટીમે વહેલી સવારે સાયન્સ સિટી પાસેથી પસાર થતી AMTS બસને અટકાવી ચેકિંગ હાથ ધર્યું હતું. બસ કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ તરફ જઈ રહી હતી. બસમાં મુસાફરી કરી રહેલાં 4૦ જેટલા મુસાફર ટીકિટ વગરના ખુદાબક્ષ હોવાનું માલુમ પડ્યું હતું. ચોંકાવનારી બાબત એ હતી કે, કંડક્ટરે આ તમામ મુસાફરો પાસેથી ટીકિટના નાણાં વસૂલ કર્યા હતા. પરંતું તેમને ટિકીટ આપી ન હતી. 

અમદાવાદ પહોંચ્યા રાહુલ ગાંધી, એરપોર્ટ બહાર કારમાંથી ઉતરીને કાર્યકર્તાઓને મળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, AMTSના અધિકારી હરીશ મિશ્રાની ટીમ દ્વારા આજે બસમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં કંડક્ટરનું કૌભાંડ સામે આવ્યું હતું. ચેકિંગમાં માલૂમ પડ્યું કે, બસમાં મુસાફરી કરી રહેલા 40 જેટલા મુસાફરો પાસે ટીકિટ જ ન હતી. 

હાલ કૌભાંડી કંડક્ટરને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો હતો. હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે, અને આ કોન્ટ્રાક્ટરને મોટો નાણાંકીય દંડ પણ કરવામાં આવશે. AMTS દ્વારા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. કાર્યવાહી બાદ બસને સારંગપુર ડેપોમાં લઈ જવાઈ હતી. ઝડપાયેલો કંડક્ટર અરહમ ટ્રાન્સપોર્ટનો કર્મચારી છે. અરહમ ટ્રાન્સપોર્ટના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news