લો બોલો...ગુજરાત યુનિવર્સિટીમાં રાતોરાત 17 AC થઈ ગયા ગુમ! પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે....
ગુજરાત યુનિવર્સીટીમાં એનિમેશન ડીપાર્ટમેન્ટ આવેલો છે, જેમાં 17 એસીનો બારોબાર વહીવટ કરી દેવાયો છે. જી હા. એનિમેશન ડીપાર્ટમેન્ટના 17 એસી ગુમ થયા છે. મહિના પહેલા એનિમેશન ડીપાર્ટમેન્ટનું રીનોવેશન કામ શરૂ થયું હતું.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ફરી લાખો રૂપિયાનો ધુમ્બો લાગતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 17 એસીનો બારોબાર વહીવટ કરી દેવામાં આવતો ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના 17 એસી ગુમ થતાં સમગ્ર વિવાદ સામે આવ્યો છે.
એવું ના સમજતા કે આ વાવાઝોડું આવશે અને જતું રહેશે! નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સીટીમાં એનિમેશન ડીપાર્ટમેન્ટ આવેલો છે, જેમાં 17 એસીનો બારોબાર વહીવટ કરી દેવાયો છે. જી હા. એનિમેશન ડીપાર્ટમેન્ટના 17 એસી ગુમ થયા છે. મહિના પહેલા એનિમેશન ડીપાર્ટમેન્ટનું રીનોવેશન કામ શરૂ થયું હતું. રીનોવેશનની કામગીરી દરમિયાન 17 એસી સ્ટોરરૂમમાં મુકવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે કામ પુરું થયું અને ફરીથી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં એસી લગાવવાનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે તમામ 17 એસી સ્ટોરરૂમમાંથી ગાયબ છે. એસીની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના શિરે હોય છે.
વાહ! સૌરાષ્ટ્રની આવી છે શાન, કરોડોનું દાન કરવા રોયલ ગાડી નહીં પણ સ્ટ્રેચર પર પહોંચી
એસ્ટેટ વિભાગના વડા શૈલેષ ગોસ્વામીને એસી વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં, હદ તો ત્યારે થઈ જ્યારે શૈલેષ ગોસ્વામીએ મીડિયાના ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. એનિમેશન ડીપાર્ટમેન્ટના વડા પ્રો. લખતરિયા પણ 17 એસી કયા છે, એ વાતથી અજાણ છે. એસી વિશે માહિતી માંગવામાં આવતા એસ્ટેટ વિભાગના વડા શૈલેષ ગોસ્વામી અને એનિમેશન વિભાગના વડા પ્રો. લખતરિયા એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. બીજી બાજુ NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલ દ્વારા 17 એસી ગાયબ થવા મામલે પોલીસ ફરિયાદ કરવા માગ કરી છે.
ગુજરાતને ચક્રવાતનો 'ખતરો' : આ 2 રાજ્યોમાં દરિયો તાફોની બનશે, આ છે ફક્ત રાહતના સમાચાર
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એસ્ટેટ વિભાગના કેટલાક જવાબદાર હંગામી કર્મચારી રજા પર ઉતરી ગયા સાથે જ એનિમેશન ડીપાર્ટમેન્ટના વડા પણ રજા પર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એસી વિશે ફોન પર માહિતી માગતાની સાથે જ તમામ જવાબદાર અધિકારીઓએ ફોન ઉપાડવાનું બંધ કર્યું છે.
આઘા રહેજો! ગુજરાતના આ વિસ્તારો તરફ આવી રહી છે આફત, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ