Cyclone Biparjoy: ગુજરાતને ચક્રવાતનો 'ખતરો' : દેશના આ 2 રાજ્યોમાં પણ દરિયો તાફોની બનશે, આ છે ફક્ત રાહતના સમાચાર

Cyclone Biparjoy: ગુજરાત ફરી એકવાર ચક્રવાતના ખતરામાં છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોયના આગળ વધવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર 2 સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

Cyclone Biparjoy: ગુજરાતને ચક્રવાતનો 'ખતરો' : દેશના આ 2 રાજ્યોમાં પણ દરિયો તાફોની બનશે, આ છે ફક્ત રાહતના સમાચાર

Gujarat Weather Update: અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ લાવશે તેવી સંભાવના છે.

ગુજરાત ફરી એકવાર ચક્રવાતના ખતરામાં છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોયના આગળ વધવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર 2 સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવી છે. ચક્રવાત બિપરજોય હાલમાં ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર છે. હવામાન વિભાગે તેની હિલચાલ ઉત્તર તરફની આગાહી કરી છે. વાવાઝોડું આગળ વધતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં માછીમારો અને ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ચક્રવાતને કરાઈ રહ્યું છે ટ્રેક
ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર બિપોરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. મોહંતીએ કહ્યું કે જો ચક્રવાતની દિશા બદલાય તો તે ટળી પણ જશે. તે આગળ વધશે તો પણ સ્પષ્ટ થશે. મોહંતીએ કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાના અંદાજમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. વર્ષ 2023માં વધુ તોફાનો આવશે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાનું છે.

આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ 
આ કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ નથી. હવામાનશાસ્ત્રીઓ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ચક્રવાત 'બિપોરજોય' આ સિઝનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રથમ ચક્રવાત છે. બાંગ્લાદેશે તેનું નામ 'બિપોરજોય' રાખ્યું છે. 8 થી 10 જૂન સુધી કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર દરિયોમાં ખૂબ જ ઉંચી લહેરો ઉઠી શકે છે. દરિયામાં ફસાયેલા માછીમારોને દરિયા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news