Ambalal Patel Forecast: આ વાવાઝોડું તો માત્ર ટ્રેલર છે, 2023માં નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે વાવાઝોડું

Ambalal Patel Forecast:  ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે.

Ambalal Patel Forecast: આ વાવાઝોડું તો માત્ર ટ્રેલર છે, 2023માં નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે વાવાઝોડું

Gujarat Weather Updates: હવામાન વિભાગે ગુજરાતમાં બે વાવાઝોડા અને વરસાદને લઇને એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ બાદ સામાન્ય વરસાદ વરસશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટરના ઝડપે પવન ફંકાશે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.ગુજરાતમાં હવે બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનુંછે. સરકારે તૈયારીઓ શરૂ કરી છે. વાવાઝોડાએ રૂટ બદલ્યો છે. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વચ્ચે દ્રારકા અને પોરબંદરમાં 15મી  સુધી રજાઓ જાહેર કરી દેવાઈ છે. 

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે. હવે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2023 વાવાઝોડુંનું વર્ષ બની રહેશે. તેમના મતે, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા દર્શાવી છે. એટલે કે નવરાત્રિ અને દિવાળીના સમયે પણ કોઈ મીની વાવાઝોડું કે કમોસમી વરસાદ ખાબકી શકે છે.

અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.

અંબાલાલ પટેલે કરી હતી આઆગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે. 

હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાંની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, ઓખા સહિતના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

ચોમાસા દરમિયાન અન્ય વિઘ્નો આવશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી દર્શાવી નહોતી. 

અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે. 

જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિકકા, દેવભુમિ દ્રારકા જીલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર , પોરબંદર જીલ્લાના પોરબંદર નવીબંદર સહીતના બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news