વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત શહેર અમદાવાદ, સુરત અને વડોદરા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને નજીક પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ નવા 18 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પીડિતોની સંખ્યા 625 પર પહોંચી છે. ગઈકાલે સાંજથી અત્યાર સુધી 157 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 18 પોઝિટિવ અને 139 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 18 કેસ
વડોદરામાં નવા 18 કેસ નોંધાવાની સાથે કુલ પીડિતોની સંખ્યા 625 પર પહોંચી છે. આ સાથે અત્યાર સુધી કુલ 32 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 157 સેમ્પલો ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 139નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


અમદાવાદઃ ખોખરા વોર્ડના  વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બન્યા કોરોનાનો શિકાર


વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 44 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સયાજી હોસ્પિટલમાંથી 2  ગોત્રી હોસ્પિટલમાંથી 1, આજવા  સ્થિત બાવાની આઈટીઆઈ  કોવિડ કેર સેન્ટરમાંથી 14 તેમજ હોમ આઇસોલેશન ના 27 દર્દીઓ સાજા થયા હતા.  આમ વડોદરામાં અત્યાર સુધી કુલ 355 લોકો સાજા થયા છે. 


હાલ 238 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 975 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર