Gujarat Corona Case: ગુજરાતમાં કોરોનાનો ખતરો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. હોળી ધૂળેટીના તહેવારો ટાણે રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે અને અમદાવાદમાં તો એક સાથે 13 કેસની એન્ટ્રી થઈ ચૂકી છે. ફેબુ્રઆરીમાં રાજ્યમાં દૈનિક નવા કેસો ૦ થઈ ગયા બાદ માર્ચના આરંભ સાથે કેસોમાં વધારો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માવઠું તો ટ્રેલર હતું,પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય


ગુજરાતમાં આજે કોરોના વાયરસના કેસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ છે. આ સિવાય રાજકોટમાં 3, વડોદરા, સુરત, ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 68 દર્દીઓ સંક્રમિત છે. તેમાંથી 1 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 67 લોકોની હાલત સ્ટેબલ છે. 


Surat: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી


ગુજરાતમા અત્યાર સુધીમાં કોરોનાના કારણે 11046 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. જ્યારે રાજ્યમાં આજે 4 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને તેમના ઘરે પાછા પર્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,66,638 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.