Surat News: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી

ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો વ્યક્તિ ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. ત્યારે કાળઝાળ ગરમીમાં તે પીચ પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ તમામ ખેલાડીઓ ભેગા થઈ ગયા હતા અને પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ચૂક્યું હતું. નિમેષ આહિર બેભાન થયા બાદ તેનું મોત થયું હતું.

Surat News: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી

પ્રશાંત ઢીવરે/સુરત: આજકાલ હાર્ટએટેકના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત થયું છે. ઓલપાડના નરથાણ ગામે આ ઘટના બની છે. જેમાં ક્રિકેટ રમતી વખતે નિમેષ આહિર બેભાન થઈને ઢળી પડ્યા હતા અને ત્યારબાદ મોત નિપજ્યું છે. નિમેષ આહિર ક્રિકેટ ફિલ્ડિંગ ભરતી વખતે બેભાન થયો હતો.  ત્યારબાદ યુવકને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

No description available.

સુરતમાં ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. એક પછી એક આ પ્રકારની ઘટના બનતા યુવાનોના સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઓલપાડના નરથાણ ગામના યુવક નિમેષ આહીરનું ફિલ્ડિંગ ભરતી વખતે હાર્ટમાં દુખાવો થયા બાદ તેનું મોત નીપજ્યું ત્યારબાદ તેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેના મોતનું પ્રાથમિક તારણ હાર્ટ અટેક આવવાના કારણે થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. 

ઓલપાડના નરથાણ ગામમાં રહેતા 32 વર્ષીય યુવક નિમેશ આહીર નું ક્રિકેટ રમતા રમતા મોત થયું હતું. સુરતમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. ક્રિકેટ રમતા રમતા મોત અચાનક હાર્ટ એટેક આવો અને મોત નીપજતા આજે અનેક ચર્ચાઓ જગાવી છે. નિમેશ આહીરનું મોત નીપજતા તેને પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેની તપાસ કરતાં પ્રાથમિક કારણ મુજબ નિમેશ નું હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું

ક્રિકેટ રમતા રમતા મોતને ભેટનાર યુવક નિમેશ આહીરને સિવિલમાં પીએમ કરાવ્યા બાદ આ અંગે સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર ડીપી મંડલે જણાવ્યું હતું કે હાર્ટ એટેક ના રૂલ્સ અને સિમટન્સ પ્રમાણે યુવકનું હાર્ટ મોટું અને બ્લડ ક્લોથેટ જોવા મળ્યું હતું. જેને કારણે યુવકને છાતીમાં દુખવું અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ઘરના સભ્યોએ જણાવ્યું છે કે યુવક ક્રિકેટ રમતો હતો અને અચાનક જ તેને છાતીમાં દુખતા તે બેભાન થઈ ગયો હતો તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

ડોક્ટર ડીપી મંડલે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું અચાનક હાર્ટ અટેક આવવા પાછળ આજનું હાઇજેનિક ફૂડ અને નબળું સ્વાસ્થ્ય જબદર માનવામાં આવે છે. તે ઉપરાંત યુવાઓને કોઈ પ્રકારની બીમારી છે કે નહીં તેને કારણે પણ આ પ્રકારે હાર્ટ અટેક આવી શકે છે. હાલ તો યુવકને જે પ્રકારે સેમ્પલો લેવામાં આવ્યા છે તેને જોતા પ્રાથમિક અનુમાન પ્રમાણે યુવકનું હાર્ટ એટેક ના કારણે જ મોત થયું છે. યુવકના લેવામાં આવેલા તમામ સેમ્પલ ઉપરી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવ્યા છે.

હાર્ટ એટેકથી મોત નો આ પહેલો કિસ્સો નહીં  પરંતુ સુરતમાં તે પહેલા પણ બે કિસ્સા બની ચૂક્યા છે થોડા દિવસ પહેલા જ વરાછા શહેરના વરાછા વિસ્તારમાં આવેલા જોલી એંક્લેવમાં રહેતો પ્રશાંત બારોલીયા નામનો યુવક ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ તેનું મોત થઈ ગયું છે.જ્યારે યુવાનોમાં હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઘટના પૂર્વે નિમેષ આહિરે 14 બોલમાં 42 રન ફટકાર્યા હતા. આ ઘટનાના પગલે આહિર સમાજમાં શોકની લાગણી પ્રવર્તી છે. યુવકને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ તે એક મહિના અગાઉ સેલુત ગામે કિશન પટેલ નામના યુવકનું મોત થયું હતું. 

રાજકોટમાં એક મહિનામાં પાંચ મોત
યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં પાંચ લોકોના મોત હાર્ટએટેકથી થયા છે. આ તમામ યુવકો સ્પોર્ટસ રમતા સમયે ઢળી પડ્યા હતા. તો સુરતમાં એક મહિનામાં ત્રણ યુવકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. 

વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ. 

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news