Ambalal Patel Forecast: માવઠું તો ટ્રેલર હતું, પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય

Gujarat Weather Update: આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

Ambalal Patel Forecast: માવઠું તો ટ્રેલર હતું, પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય

Gujarat weather: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે વાતાવરણમાં આવેલા પલટા પ્રમાણે અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા , મહીસાગર અને ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી
આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે. પ્રજાંબ, હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 5 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

આજે ક્યાં થશે  કમોસમી વરસાદ?
હવામાન વિભાગના અનુમાન મુજબ આજ પણ વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા,અમદાવાદ, તાપી,વડોદરા,સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં વરસાદ પડી શકે છે.

6 માર્ચે ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
ડાંગ,તાપીમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

7 માર્ચે ક્યાં પડશે વરસાદ
પ્રેમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ તાપી નર્મદામાં 7 માર્ચે વરસાદ થશે.

8 માર્ચે કયાં માવઠાની આગાહી
બનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં કમોસમી વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે.

9 માર્ચે ક્યા પડશે વરસાદ
9 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે 9 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસાઈસર સિસ્ટમ કે જે વાદળ લઈને આવે છે તે સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે. હાલ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. પરંતુ બે દિવસ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બીજી બાજુ સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન સુરતમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય હોવાને કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેમને જણાવ્યું હતું કે ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવની કોઈ આગાહી નથી. રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધારો રહેશે અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે. મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news