વડોદરામાં નવા 19 કેસની સાથે સંક્રમિતોની સંખ્યા 300ને પાર, એક વ્યક્તિનું મૃત્યુ
વડોદરામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. હવે શહેરમાં કુલ પીડિતોની સંખ્યા 304 પર પહોંચી ગઈ છે.
વડોદરાઃ ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. અહીં આજે નવા 19 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. તો રાજ્યભરમાં કોરોના પીડિતોની સંખ્યા 4 હજારને પાર પહોંચી છે. તો વડોદરામાં કોરોના વાયરસને કારણે આજે એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ અત્યાર સુધી કુલ 20 લોકોના મૃત્યુ થયા છે.
આજે 19 રિપોર્ટ આવ્યા પોઝિટિવ
વડોદરામાં આજે પાણીગેટ વિસ્તારમાં આવેલા શેખ ફરીદ વિસ્તારમાં રહેતા સરવરભાઈ રઝાનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. તો બુધવારે સાંજથી આજે સવાર સુધી લેવાયેલા 169 રિપોર્ટમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો વડોદરામાં અત્યાર સુધી કુલ 99 લોકોએ કોરોનાને માત આપી છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
વડોદરામાં આજે નવા 19 કેસ નોંધાયા તે શહેરના નાગરવાડા, રાવપુરા, યાકુતપુરા, હરણી-વારરિયા રિંગ રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર અને મોગલવાડા વિસ્તારમાંથી સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર