સિદ્ધપુર નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં 2નાં મોત, એક ઘાયલ
પાલનપુર જતી કારનું સ્ટિયરિંગ લોક થઈ જતાં ડિવાડર કુદાવીને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો
સિદ્ધપુરઃ સિદ્ધપુર નજીક આવેલા ધારેવાડા હાઈવે પર બે કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા, જ્યારે અન્ય એક ઘાયલને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર તરફ જઈ રહેલી એક કારનું સ્ટીયરીંગ લોક જતાં તે ડિવાઈડ કુદાવીને રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી અને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
[[{"fid":"181841","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બનાસકાંઠાના સુઇ ગામનો રહેવાસી અને ઉંઝા કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણતો જયપાલ રસીનભાઇ શનિવારે બપોરે ઊંઝા તરફથી કારમાં પાલનપુર તરફ જઈ રહયો હતો. એ સમયે ધારેવાડા નજીક તેની કારનું સ્ટિયરિંગ અચાનક જ લોક થઈ ગયું હતું. પરિણામે કાર પર કાબુ ન રહેતાં કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર છાપીથી આવતી કાર સાથે અથડાઈ હતી. ભીષણ અકસ્માતમાં કારમાં સવાર બંને યુવકોનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે છાપીની કારમાં સવાર અન્ય યુવકને સામાન્ય ઈજાઓ થઇ હતી.
અકસ્માત સર્જાતાં નજીકના લોકો દોડી આવ્યા હતા અને સડક પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે બંને મૃતકોની લાશોને પીએમ માટે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ મોકલી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.