ઉના: ઉનાનાના ખીલવાડ ગામે 2 માસના સિંહ બાળનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. બનેલી ઘટનામાં ખિલાવડ રેવન્યૂ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. વનવિભાગે ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી. ખીલવાડ ગામે સિંહ બાળને શોધવા નિકળેલા સિંહ પરીવારે વહેલી સવારે ગામની વચ્ચે પાંચ ગાયોનું મારણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ 2 માસના નર સિંહનું કુદરતી અકસ્માતે મોત નિપજ્યું નથી પરંતુ હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 2 માસના બાળ સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આજે પેનલ દ્વારા સિંહ બાળનું પોસ્ટમોર્ટમ જસાધાર ખાતે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા વન્ય જીવોને અભય બનાવવાની જાહેરાત કરાઇ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ ૧૮૪ સિંહ, સિંહણ અને સિંહ બાળના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો વિધાનસભામાં પૂછાયેલા એક સવાલમાં બહાર આવ્યો છે. ૧૮૪માંથી ૩૨ સિંહના મૃત્યુ અકુદરતી રીતે થયા છે ત્યારે વન વિભાગ દ્વારા સિંહની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરાઇ હોવાના દાવાનો પણ છેદ ઉડી જવા પામ્યો છે. 


વન વિભાગ દ્વારા જણાવાયું છે કે, અકદુરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેમાં ૭ મોટા સિંહ, ૧૭ સિંહણ છે અને ૯ જેટલા સિંહ બાળ છે. માનવસર્જીત ભૂલ કે વન વિભાગની બેદરકારીથી આ સિંહના મૃત્યુ થયા હોવાનું તે પરથી ફલિત થાય છે.