નવનીત દલવાડી/ભાવનગર :દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતની મરજકમાં જઈ આવેલા ગુજરાતના મુસ્લિમોના હવે કોરોના (Corona virus) પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ જમાતીઓના કેસ વધી રહ્યાં છે. ગઈકાલે અમદાવાદમાં એક કેસ સામે આવ્યા બાદ હવે ભાવનગરમાંથી આવેલા બે નવા કેસમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું છે. ભાવનગરમાં મૃત્યુ પામનાર શખ્સ મરકજમાં ગયા હતા, જેના બાદ તેમના પરિવારની બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે. 


Lockdown Stories: રાશન ન મળતા ખાલી હાથે જનારાઓના આ કિસ્સા વાંચી આંખમાં પાણી આવી જશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગ જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ 2 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 55 વર્ષની અને 34 વર્ષની મહિલાના કેસ પોઝિટિવ આવ્યા છે. આ બંને મહિલાઓને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના થયુ છે. જોકે, તેઓનું દિલ્હી કનેક્શન નીકળ્યું છે. કોરોનાથી મૃત્યુ પામનાર ભાવનગરના શખ્સ કરીમ શેખના પરિવારની આ બંને મહિલાઓ છે. મૃતક કરીમ શેખ દિલ્હી નિઝામુદ્દીન મરકજમાં ગયા હતા. 


Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ 


લેટેસ્ટ અપડેટ મુજબ, ભાવનગર શહેરમાં કોરોના શંકાસ્પદના 15 કેસ નોંધાયા હતા. જેમાંથી 12 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 2 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 1 વ્યક્તિનો રિપોર્ટ પેન્ડિંગ છે. 


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદના જે 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં 4 કાલુપુર વિસ્તારના અને 2 બાપુનગર વિસ્તારના છે. કાલુપુરમાં કોરોના પોઝિટિવ આવેલા એક દર્દીનું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. આ શખ્સે નિઝામુદ્દીન તબલિગી જમાતની મરકજમાં હાજરી આપી હતી. 65 વર્ષીય પુરૂષ દિલ્હીની મરકજમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી પણ અનેક લોકોએ દિલ્હીમાં નિઝામુદ્દી તબલિગી જમાતના મરકજમાં હાજરી આપી હતી. 


કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ


ગુજરાતમાં હવે કોરોનાના ચેપના કિસ્સા ખૂબ વધી રહ્યાં છે તેવા સંજોગોમાં હવે સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જ આવાં 21 વિસ્તારોની ઓળખ કરી તેની ફરતે ત્રણ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઘોષિત કરાયાં છે. પરંતુ આરોગ્યકર્મીઓને સૌથી મોટી મુશ્કેલી નડી રહી છે લોકોના અસહકારની. આથી હવે આરોગ્ય કર્મીઓ સાથે પોલિસ પણ હાજર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર