Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) ની જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને (Doordarshan) 80ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. પણ હવે જાણવા મળ્યું છે કે, રામાયણે (ramayan) ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરીને કહ્યું કે, મને આ વાત જણાવતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ 2015 થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે.
Coronaના ગુજરાતના લેટેસ્ટ અપડેટ, કુલ 95 કેસ થયા, અમદાવાદના જ 38 દર્દી
આ શોનો ક્રેઝ વધુ હતો
ઉલ્લેખનીય છે કે, 90ના દાયકામાં ટીવી પર જોવા મળનાર આ શો જ્યારે પણ આવતો હતો, ત્યારે લોકો કામધંધો છોડીને એકઠા થઈ જતા હતા. તે સમયે ઓછા લોકોના ઘરમાં ટીવી રહેતી હતી. જેના પણ ઘરમાં ટીવી હતી, તે ઘરમાં ભીડ એકઠી થઈ જતી હતી. શોની અસર એટલી હતી કે, લોકોએ રામ, લક્ષ્મણ અને સીતાનુ પાત્ર ભજવી રહેલા લોકોને હકીકતમાં ભગવાન માની લીધા હતા. તેઓ સ્ક્રીન પર આવે એટલે લોકો પગે લાગતા હતા. ટીવી પર ફુલહાર ચઢાવવામા આવતા હતા. એટલુ જ નહિ, લોકો ઘરમાં ચપ્પલ-જૂતા ઉતારીને ટીવી શો જોતા હતા.
હજારોના મોત બાદ આખરે ચીનનું દિમાગ ઠેકાણે આવ્યું, લીધો શાણપણભર્યો નિર્ણય
કોનો શું રોલ
રામાયણમાં રામનુ પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. લક્ષ્મણના રોલમાં સુનીલ લહેરી હતા. માતા સીતના રૂપમાં દીપિકા ચીખલિયાએ લોકોનું મન જીતી લીધું હુતં. હાલમાં જ આ તમામ કલાકાર કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા. શો સાથે જોડાયેલ કિસ્સાઓને તેઓએ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીરિયલે સમગ્ર ભારતમાં લોકપ્રિતયતાની ચરમસીમા પાર કરી હતી. આજે પણ તેની લોકપ્રિયતા યથાવત છે તે ટીઆરપીના આંકડા જણાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે