વડોદરામાં રાહતનો શ્વાસ લેવાય તેવા સમાચાર, એક જ પરિવારના 2 દર્દી રિકવર થયા
લેટેસ્ટ સરકારી આંકડા મુજબ, વડોદરામાં હાલ કોરોના વાયરસ (corona virus) ના કુલ 9 પોઝિટિવ કેસ છે. અત્યાર સુધી શહેરમાં 2 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે રાહતના શ્વાસ લેવાય તેવી વાત એ
રવિ અગ્રવાલ/વડોદરા :લેટેસ્ટ સરકારી આંકડા મુજબ, વડોદરામાં હાલ કોરોના વાયરસ (corona virus) ના કુલ 9 પોઝિટિવ કેસ છે. અત્યાર સુધી શહેરમાં 2 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે રાહતના શ્વાસ લેવાય તેવી વાત એ
છે કે, વડોદરામાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. વડોદરામાં કુલ 3 દર્દી હજી સુધી રિકવર થયા છે. આજે વડોદરા (vadodara) માં વધુ એક કોરોનાનો દર્દી સાજો થયો છે. નિઝામપુરાની 29 વર્ષ સગર્ભા મહિલા સારવાર બાદ સાજી થઈ છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ થયો છે. સયાજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાની સારવાર ચાલી રહી હતી. આમ, વડોદરામાં અત્યારસુધી 3 દર્દીઓ સારા થયા છે. તો 5 દર્દી હજી પણ સારવાર હેઠળ છે. આ મહિલાને ઘરના વડીલના માધ્યમથી ચેપ લાગ્યો હતો.
દૂધની થેલી-શાકભાજી-રૂપિયાને અડવાથી કોરોના ફેલાય છે? જવાબ વાંચીને જ ઘરથી બહાર નીકળજો
આ મામલે વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જે દર્દીઓ સારા થયા છે તેમને જે લક્ષણો હોય તે મુજબ દવાઓ આપવામાં આવતી હતી. શરીરમાં પ્રવાહી એટલે કે ફ્લુડનું બેલેન્સ જાળવી રખાય છે. દર્દીનું ઓટો મેન્ટન કરાય છે. દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ આપવામાં આવે છે. જોકે, રાહતની વાત એ છે કે, છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
અમદાવાદ કોરોનાનો ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનમાં સપડાયુ, ક્લસ્ટર ક્વોરન્ટાઇન શરૂ થયું
કોરોનાથી સારા થયેલ દર્દીનું નામ :
1: ચિરાગ પંડિત - સ્પેનથી આવ્યો હતો દર્દી. મકરપુરામાં રહે છે.
2. સારંગી દેસાઈ, 27 વર્ષ - શ્રીલંકાથી આવેલ તેમના માતા પિતાના સંપર્કમાં આવતા કોરોના થયો હતો
3. ભૂમિકા દેસાઈ, સગર્ભા મહિલા, 29 વર્ષ - શ્રીલંકાથી આવેલ સાસુ અને સસરાના સંપર્ક માં આવતા કોરોના થયો હતો
બંધ પડેલી ટ્રકને રિપેર કરી રહ્યો હતો ડ્રાઈવર, ધડાકાભેર અથડાઈ XUV કાર, 4ના મોત
વડોદરામાં તંત્રએ ફૂડ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. જમીન સુધારણા અધિકારી ખ્યાતિ પટેલને તેની જવાબદારી સોંપાઈ છે. જેના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફૂડ પહોંચાડાઈ રહ્યું છે. 8 ટીમ શહેરના 12 વોર્ડમાં ફરી કામગીરી થઈ રહી છે. કંટ્રોલ રૂમમાં બે શિફ્ટમાં 10 લોકોની ટીમ કામ કરી રહી છે. 28 એનજીઓ ફૂડ વહેંચણીમાં સહયોગ આપી રહ્યાં છે. અત્યારસુધી દોઢ લાખ લોકોને ફૂડ પેકેટ વહેંચાયા છે. તો 7 હજાર લોકોને અનાજની કીટ અપાઈ છે. આ મામલે નાગરિકો માટે કંટ્રોલ રૂમનો નંબર 0265-243-8869 પણ અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર