હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર અને બોટાદ જિલ્લામાં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસોને મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનું પાટનગર ગાંધીનગર જિલ્લો (gandhinagar) અને બોટાદ જિલ્લાની જવાબદારી બે વરિષ્ઠ સચિવોને સોંપવામાં આવી છે. 


જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામાજિક કાર્યકરે કર્યાં  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ 19ના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેના પગલાં તેમજ ઉપાયોમાં જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા બે વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપી છે. ગાંધીનગર જિલ્લા માટે વન પર્યાવરણના  અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાને જવાબદારી સોંપાઈ છે. તો બોટાદ જિલ્લા માટે જીએસપીસીના એમ.ડી સંજીવ કુમારની નિયુક્તિ કરવામાં આવી છે. આ બંને વરિષ્ઠ સચિવો તેમને સોંપાયેલા જિલ્લામાં હાથ ધરાઇ રહેલી કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ કામગીરી અને પગલાનું સુપરવિઝન અસરકારક અમલી કરણ અને જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરશે. 


સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ


બિહાર અને ઝારખંડના લોકોને ગુજરાતમાંથી પરત મોકલવા માટે નિમાયેલા નોડલ અધિકારી અને મદદરૂપ થવા અને કામગીરી કરવા માટે રાજ્ય સરકારે સંયુક્ત સચિવ કક્ષાની બે ટીમો બનાવી છે. આ બે ટીમોએ માહિતી સંકલન કરી નોડલ અધિકારીને આપવાની રહેશે. બે ટીમોમાં કુલ 12 સભ્યો અને તેમની કામગીરી પણ વહેંચવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાનો એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે. રેડ ઝોન જાહેર કર્યા પછી ગાંધીનગરના અડાલજમાંથી એક 66 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર