અમદાવાદ/લખનઉ/પટના: ગુજરાતમાં હિન્દીભાષી પ્રવાસીઓ પર હુમલા બાદ તેઓ ગુજરાત છોડીને ઝડપી જઇ રહ્યાં છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો છે કે હાલની સ્થિતિને જોઇને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના લગભગ 20 હજાર લોકો ગુજરાત છોડીને નીકળી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને હિંસમાં શામેલ ના થવાની અપીલ કરી છે. રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સીએમ રૂપાણીએ દાવો કર્યો છે કે ગત 48 કલાકમાં કોઇ અપ્રિય ઘટના બની નથી. તેમણે કહ્યું કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસના સઘન પ્રયાસોના કારણે સ્થિતિ નિયંત્રણમાં છે અને ગત 48 કલાકમાં કોઇ અપ્રિય ઘટના બની નથી. તેમણે રાજકોટમાં કહ્યું, ‘‘અમે કાયદા વ્યવસ્થા જાળવી રાખવા માટે સમર્પિત છે અને મુશ્કેલીની સ્થિતિમાં લોકો પોલીસને બોલાવી શકે છે. અમે તેમને સુરક્ષા આપીશું. ’’


યોગીએ કરી વાત
ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતીશ કુમાર ઉપરાંત કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રૂપાણી સાથે વાત કરી અને હુમલાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે ગુજરાત એક શાન્તિપ્રિય રાજ્ય છે તેમજ દેશના વિકાસનું મોડલ પણ છે. જે લોકો વિકાસ નથી માંગતા, તેઓ અફવાઓ ફેલાવીને સમાજને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોગીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતમાં રહેતા કેટલાત ઉત્તર ભારતીઓને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં તેમને કહ્યું કે તમે અફવાઓ પર ધ્યાન ના આપતા.’



કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
પોલીસે જણાવ્યું હતું કે 28 સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની એક બાળકીની સાથે કથિક બળાત્કાર બાદ 6 જિલ્લામાં હિન્દીભાષી લોકો પર હુમલો કરવાની ઘટના બની હતી. પોલીસે આ ઘટનાના સંબંધમાં બિહારના એક શ્રમિક રવિન્દ્ર સાહુની ધરપકડ કરી છે. આ ઘટનાએ રાજકીય રંગ પણ લઇ લીધો અને નીતીશ કુમારની પાર્ટી જેડીયૂના એક નેતાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં બિહારના લોકો પર હિંસા માટે તેમની પાર્ટી દોષી છે.


જેડીયૂ પ્રવક્તા અને વિધાનસભા કાઉન્સિલર નીરજ કુમારે આરોપ લગાવ્યો હતો કે, ‘તમે ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના સહપ્રભારી નિમણૂંક કર્યા અને તેમની સેના (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના) બિહારના લોકોને ગુજરાતથી બહાર કરવામાં લાગી છે.’ વિપક્ષી કોંગ્રેસના નામ માટે વગર રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે શું આ (હુમલા) તે લોકોનું ષડયંત્ર છે જે 22 વર્ષથી ગુજરાતની સત્તાથી બહાર છે.



રાહુલ ગાંધીએ આરોપોને ગણાવ્યા 'સંપૂર્ણપણે ખોટા'
વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહમદ પટેલે જોકે ઠાકોરને ક્લીનચિટ આપતા આરોપ લગાવ્યા કે ભાજપ સરકાર આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર હુમલાને ‘સંપૂર્ણપણે ખોટા’ ગણાવ્યા હતા. ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘ગરીબીથી મોટી કોઇ ગભરાટ નથી. ગુજરાતમાં થઇ રહેલી હિંસાનું કારણ ત્યાંના બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બગડી રહી છે.’


તેમણે કહ્યું હતું કે, ‘પ્રવાસી શ્રમિકોને તેનું નિશાન બનાવું સંપૂર્ણ ખોટું છે. હું સંપૂર્ણ રીતે તેની સામે ઉભો રહીશ.’ રાજ્ય સરકારની જવાબદારી છે કે તે લોકોની સુરક્ષા કરે જે બીજા રાજ્યોમાંથી રોજગાર માટે ગુજરાત આવતા હોય છે. તેઓ હિંસાના કારણે ભાગી ગયેલા લોકોને રાજ્યમાં પરત ફરવાની અપીલ કરી હતી. જાડેજાએ કહ્યું હતું કે, પ્રવાસીઓની સુરક્ષા માટે ઔદ્યોગિક વિસ્તારોમાં વધારાની તાકાત ગોઠવવામાં આવી છે.


નીતીશે કરી નિંદા
કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે આ યાદ રાખવામાં આવે કે તેમને ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડવાની છે. મોદી લોકસભામાં વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે. નીતીશ કુમારે બાળકી સાથે દુષ્કર્મની નિંદા કરી અને કહ્યું ગુનો કરનારને ચોક્કસ તેની સજા મળવી જ જોઇએ. પરંતુ અન્ય લોકોના સંબંધમાં સમાન ધારણા હોવી જોઇએ નહીં.



વુધમાં નીતીશે કહ્યું હતું કે, ‘અમારી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાંના મુખ્ય સચિવની સાથે વાતચીત થઇ છે. અમારા મુખ્ય સચિવ અને ડિરેક્ટર જનરલ પોલીસ સતત તેમના સંપર્કમાં છે.’ આદિત્યનાથે કહ્યું કે રૂપાણી સરકારે તેમને કહ્યું છે કે તેમની સરકાર બધાને સુરક્ષા આપવાની ખાતરી આપી છે તેમજ બધાનું સ્વાગત છે. તેમણે કહ્યું કે ગુજરાત એક શાંતિપ્રય રાજ્ય છે અને તે લોકો અફવા ફેલાવી રહ્યા છે જે ત્યાંનું વિકાસ મોડલ પસંદ કરતા નથી.