સુરતમાં કોરોના વાયરસના નવા 22 કેસ, 3 મૃત્યુ, જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર
સુરત શહેરમાં અત્યાર સુધી 40 લોકોના મૃત્યુ તો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે.
સુરતઃ સુરતમાં આજે કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે સુરત જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. અમદાવાદ બાદ કોરોના પીડિતોની સંખ્યા 1000ને પાર પહોંચનાર સુરત બીજો જિલ્લો છે.
સુરત શહેરમાં અત્યાર સુધી 949 અને ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે.
નવા 22 કેસ, 3 મૃત્યુ
સુરતમાં નવા 22 કેસ નોંધાવાની સાથે કુલ કેસોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. પોઝિટિવ આવનાર તમામ પીડિતોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તો તેના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સુરતમાં 40 અને ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ કુલ મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે.
'તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના'થી જાણીતા થયેલા પોલીસ કર્મચારીને હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કેસોની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 537 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 3250 કરતા વધુ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર