'તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના'થી જાણીતા થયેલા પોલીસ કર્મચારીને હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર


પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ તેમની કામ કરવાની રીત અનેક લોકોને પસંદ આવી હતી.

 'તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના'થી જાણીતા થયેલા પોલીસ કર્મચારીને હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર

સુરતઃ લોકો લૉકડાઉન અને કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અલગ-અલગ રીતે ચેતવણી આપવામાં આવતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ભેગા થયેલા ટોળાનો અલગ કરવા માટે એક પોલીસ કર્મચારી પ્રવિણ પાટીલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહે છે કે તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે તુમકો કોરોના, આપ સમજો હમ આપકી ભલાઈ કે લીયે હી યે સબ કર રહે છે. ત્યારબાદ તેમનો આ વીડિયો માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અનેક લોકોએ આ વીડિયો શેર કરીને પોલીસ કર્મચારીની પ્રશંસા કરી હતી. હવે સુરતની એક હીરા કંપનીએ આ પોલીસ કર્મચારીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. 

હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ તેમની કામ કરવાની રીત અનેક લોકોને પસંદ આવી હતી. ત્યારબાદ સુરતની એક કંપનીએ તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. પોલીસ જવાન પ્રવિણ પાટીલે કહ્યું કે, તેમના એક મિત્રનો ફોન આવ્યો અને સુરત પોલીસનું નામ રોશન થાય તેથી તેમણે આ ફોડોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ માટે કોઈ પૈસા પણ લીધા નથી અને કોન્ટ્રાક્ટ પણ કર્યો નથી. 

સુરત શહેરમાં કોરોના વાયરસને રોકવા અને લૉકડાઉનનો અમલ કરાવવા માટે સુરતમાં તમામ પોલીસ કર્મચારી પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મબટ્ટના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. કતારગામ ખાતે આવેલી હીરા કંપનીએ તેના સ્લોગનમાં લખ્યું છે કે, સુરતના પોલીસ જવાના સાથેના ફોટો સાથે લખ્યુ છે કે, આપણે આવતી કાલે બહાર ફરી શકીએ તે માટે આજે તેઓ બહાર ફરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news