સમીર ખાન/અરવલ્લી :લોકડાઉન (Lockdown) ને કારણે ઉત્તર પ્રદેશમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના 22 શ્રદ્ધાળુઓ આખરે વતન પરત ફર્યાં છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) દ્વારા થયેલ વ્યવસ્થાથી આખરે શ્રદ્ધાળુઓ વતન પરત ફરી શક્યા હતા. યુપીથી મધ્યપ્રદેશના માર્ગથી અરવલ્લીમાં તેઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. મોડાસા તાલુકાના 22 યાત્રીઓ ધાર્મિક યાત્રા પર ગયા હતા. હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેઓને જિલ્લામાં પ્રવેશ અપાયો. તમામ 22 યાત્રિકોને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. યાત્રિકોને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. કોરોના મામલે તમામની થશે.


66 લાખ પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરવાનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા ગુજરાતના 300 લોકો ઉત્તરપ્રદેશમાં ફસાયા હતા. ઉત્તરપ્રદેશમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આગળ આવ્યા હતા. અટવાયેલા મુસાફરોની રજૂઆત બાદ આનંદીબેને મદદ કરીને શ્રદ્ધાળુઓને ગુજરાતમાં પરત મોકલ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોના 300 જેટલા લોકો ગોકુલ, મથુરા, વૃન્દાવનમાં ફસાયા હતા. જેઓએ વતન પરત જવા સરકાર પાસે મદદ માંગી હતી.


અમદાવાદ કોરોના જ્વાળામુખીના ટોચ પર બેસ્યુ છે, 765 દર્દીઓ શહેરમાં  


મોડાસાના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં અટવાયા હતા. જેઓને ઉત્તર પ્રદેશથી વાયા મધ્યપ્રદેશ થઈને માં અટવાયેલા શ્રદ્ધાળુઓ મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં આવી પહોંચ્યા હતા. જેના બાદ તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ મામલે મોડાસાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સૂચના આપી હતી કે, તમામની તપાસ કરાશે. તેમજ તમામ લોકોને ક્વોરેન્ટાઈનમાં રાખવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર