તેજસ દવે/મહેસાણા: ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા 4500થી વધુ વૃદ્ધોને દ્વારકા, સોમનાથ અને ખોડલધામની તીર્થયાત્રા 2 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાખંડની સૌથી મોટી તીર્થયાત્રા કરાવવામાં આવી હતી. 28 જુલાઈથી પ્રારંભ થયેલ 3 દિવસની આ તીર્થયાત્રામાં 4500 જેટલા સીનીયર સીટીઝન માટે 115 લકઝરી બસની યાત્રામાં વિડીલોને કંઈ પણ શારીરિક તકલીફ થાય તો 15 જેટલા ડોકટરોની ટીમ અને 2 આઈસીયુ મેડીકલ એમ્બ્યુલન્સ ઉપરાંત વોકીટોકી સાથે 300 યુવાનો અને 250 જેટલી મહિલા સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતથી રાજસ્થાન જતા હોય તો હાલ પુરતું માંડી વાળજો, આબુ હાઈ-વે કરાયો છે બંધ


આ યાત્રામાં 60 વર્ષથી મોટી ઉંમરના 4 હજાર વડીલો 75 વર્ષના 1 હજાર અને 108 વર્ષના 12 જેટલા વડીલો જોડાયા હતાં. આ તમામ યાત્રિકો માટે પાંચ પાંચ લાખના રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવેલ હતો. ઉત્તર ગુજરાતના 4500 લેઉવા પાટીદાર સમાજના વડીલોની 1300 કિ.મી. ની સીનીયર સીટીઝન તીર્થયાત્રાનું આજે ખોડલધામ ખાતે સમાપન થયુ હતું. 


રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓ કાન ખોલીને સાંભળે...! જાણો હર્ષ સંઘવીનું નિવેદન


આ તીર્થયાત્રા ભારત વર્ષની જ નહિ સમગ્ર એશીયાની સૌથી મોટી અને ઐતિહાસિક તીર્થયાત્રા હોવાથી તેમનું સન્માન ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.


પાટીદાર પરિવારને 1.25 કરોડની સહાય મળે તેના માટે શું છે SPGનો આગામી ધમાકેદાર પ્લાન?