ગુજરાતીઓ ચેતજો! ગુજરાતથી રાજસ્થાન જતા હોય તો હાલ પુરતું માંડી વાળજો, આબુ હાઈ-વે કરાયો છે બંધ
આબુરોડ અને રાજસ્થાન જતા તમામ વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધી 30- 35 કિ.મી લાબું ડાયવર્ઝન અપાયું છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર ખાડાઓ પડી જતા અમદાવાદ-આબુરોડ હાઇવે બંધ કરાયો છે. આબુરોડ અને રાજસ્થાન જતા તમામ વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધી 30- 35 કિ.મી લાબું ડાયવર્ઝન અપાયું છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જવાને કારણે અનેકવાર વાહનો ફસાઈ ચુક્યા છે, તો બેથી ત્રણ વખત ટ્રકો માલ સમાન સાથે પલટી પણ મારી ગઈ છે. જોકે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઇ- વે ઉપર ખાડાઓ પડી જતા અને તેમાં પાણી ભરાઈ જતા હાઇવે બંધ કરાયો છે જેને લઈને પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેટ લગાવી દેવાયા છે અને વાહનોને ડાયવર્ટ કરાઈ રહ્યા છે.
જોકે એક જ મહિનામાં ચોથી વાર હાઇ-વે બંધ કરી દેવાયો છે. જોકે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવતા વારંવાર આ સમસ્યા સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે