અમદાવાદ/સુરત : સુરત અને અમદાવાદ બે ડાયમંડના હબ છે. સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ માર્કેટમાં કામ કરે છે. ડાયમંડ માર્કેટ 25 ઓક્ટોબરથી 25 દિવસ માટે વેકેશન જાહેર થયું છે. ત્યારે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન પરત ફરી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર તરફ જતી બસોનું ભાડુ ડબલ થઇ ચુક્યું છે. શુક્રવારથી વેકેશન પડતા ભાડામાં હજી પણ વધારો થશે તેવું વાહન સંચાલકો જણાવી રહ્યા છે. શહેરના મિની સૌરાષ્ટ્ર ગણાતા બાપુનગર અને નિકોલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેમને વતન જવા માટે અમદાવાદની સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન તેમજ એસટી નિગમની બસો ઉપરાંત ખાનગી બસોની સુવિધા પણ ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ


જો કે ટ્રેન અને એસટી દ્વારા ગામડે જવામાં મુખ્ય સ્ટેશનથી ઉતરીને નાના ખાનગી વાહનો દ્વારા જવુ પડે છે. તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ દરેક ગ્રામ્ય સ્તર પર જાય છે જેથી લોકો ખાનગી વાહનમાં જવાનું વધારે પસંદ કરે છે. કારણ કે તેઓ સાથે ઘણો સામાન પણ લઇ જતા હોવાથી પોતાના ગામ જ બસ ઉતારે તે વધારે યોગ્ય છે. જો કે હાલ ધસારો જોતા ખાનગી વાહન ચાલકો દ્વારા ભાડામાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારથી ડાયમંડ માર્કેટમાં રજા જાહેર થઇ હોવાથી ભાડામાં હજી પણ 100થી 200 નો વધારો થઇ શકે છે. 


એકતા દિવસ: PMના આગમન અગાઉ તડામાર તૈયારી, CM અને મુખ્ય સચિવે કામગીરીનું નિરીક્ષણ કર્યું


શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન


એક સાથે 50થી વધારે બુક થાય તો STની વિશેષ વ્યવસ્થા
ડાયમંડ માર્કેટમાં વેકેશનની જાહેરાત થતા મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓને વતન પહોંચાડવા એસટી નિગમે ગીતા મંદિર ઉપરાંત બાપુનગર અને કૃષ્ણનગરથી રેગ્યુલર બસો ઉપરાંત મોટા પ્રમાણમાં એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો લોકો એક સાથે 50 કે તેથી વધારે ટિકિટો બુક થાય તો તેમને સોસાયટીના નાકેથી લઇ જવા ઉપરાંત તેમને એક ચોક્કસ ડેસ્ટિનેશન સુધી મુકી જવાની જાહેરાત એસટી નિગમ દ્વારા કરવામાં આવી છે. 


અમદાવાદ: 800 કરોડના ખર્ચે નિર્મિત વિકાસકાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

સુરતમાં પણ સમસ્યા
સુરતમાં પણ અમદાવાદ જેવી જ સમસ્યા જોવા મળી રહી છે. વેકેશન પડતાની સાથે જ સૌરાષ્ટ્ર તરફ જવા માટે લોકોનો ધસારો વધી ગયો છે. ખાનગી બસના સંચાલકો દ્વારા ભાડા ડબલ કરી દેવામાં આવે છે. જેના કારણે સંચાલકો દ્વારા ભાડા બમણા કરી દેવાયા છે. જેથી સામાન્ય લોકો મજબુરીમાં ડબલ ભાડા ચુકવવા માટે મજબુર બન્યા છે.