બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુરે સરકારી નોકરીના બહાને 25 લાખ પડાવી કિરણવાળી કરી છે. ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુરે મોટી છેતરપિંડી આચરતા બોરસદ ટાઉન પોલીસે તેની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોરસદના કેયુર શાહ પર આરોપ લાગ્યો છે કે વડોદરાના એક શિક્ષકની પુત્રવધુને સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખ ખંખેર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે હજું પણ મોટી ઘાત! 50થી 70 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન,આ ગામડાઓ માટે એલર્ટ


વડોદરાના વૃદ્ધની પુત્રવધુને સરકારી નોકરી અને પોકર ગેમના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા સંગઠનમાં કારોબારી સભ્ય એવા બોરસદના ઠગ કેયુર શાહે રૂપિયા 25 લાખ પડાવી લીધા હતા. આ અંગે જ્યારે ભોગ બનનારે નાણાની માંગણી કરી ત્યારે તેમણે નોકરીમાંથી ડિસમીસ કરવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે બોરસદ પોલીસે ગુનો નોંધી આરોપી કેયુરની ધરપકડ કરી તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. 


અમદાવાદમાં ઘર હશે તો કહેવાશો અદાણી-અંબાણી, રાતોરાત મુંબઇ કરતાં વધ્યા પ્રોપર્ટીના ભાવ


વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં વિજયભાઈ દેવજીભાઈ પટેલ નામના વૃદ્ધ રહે છે. વર્ષ 2018માં તેમને બોરસદ શહેરના જૈન દેરાસર પાસે આવેલી સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતા કેયુરભાઈ પિયુષભાઈ શાહ સાથે તેમને પરિચય થયો હતો. જે પરિચય પછી મિત્રતામાં પરિણમ્યો હતો. કેયુર શાહે તેમને ગાંધીનગરમાં તેમની ઘણી ઓળખાણ છે કોઈ પણ કામ હોય તો તે કરી આપીશ તેમ કહ્યું હતું. દરમિયાન, ભેજાંબાજ કેયુરની વાતોમાં આવેલા વૃદ્ધે તેમની પુત્ર‌વધુ બીકોમ, એમબીએ ભણેલી હોવાનું કહીને તેને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી. જોકે, આ પેટે તેણે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. જોકે, તબક્કાવાર વિજયભાઈએ તેમની પાસેથી બચાવેલા તેમજ સગા-સંબંધીઓ પાસેથી માંગીને તેને પૈસા આપ્યા હતા. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે


બીજી તરફ શખસે પોકર ગેમમાં પાર્ટનર બનાવીને તેની પાસેથી બીજા રૂપિયા 10 લાખ પડાવ્યા હતા. જોકે, આ વાતને ચાર વર્ષનો સમય થવા છતાં તેણે નોકરી પણ અપાવી નહોતી કે પછી બિઝનેસમાં પાર્ટનર પણ બનાવ્યા નહોતા. આમ, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા જ તેમણે તેની પાસે રૂપિયા 25 લાખ પરત માગ્યા હતા. જોકે, પૈસા પરત ન આપી નોકરીમાંથી ડિસમીસ કરવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


નામ માત્રની બિકિની પહેરે છે આ હસીના, હોટનેસ જોઇ ભલભલાનો છૂટી જાય છે પરસેવો


કેયુર શાહ જ્યારે પણ કોઈને મળતો ત્યારે એવી વાતો કરતો કે લોકોને આંજી જ નાખતો હતો. એ પછી તે ભાજપ સહિત અન્ય પક્ષના ઉચ્ચ હોદા ધરાવતા વ્યક્તિઓ સાથે તેને ઘરોબો છે અને મોટા રાજકીય મંત્રીઓ સાથે તેની ઉઠક-બેઠક છે. તેમ કહી નેતાઓ સાથેના તેમના ફોટા પણ બતાવતો હતો. તેના સોશ્યલ મીડિયા પર ભાજપના ઉચ્ચ નેતાઓ સાથેના ફોટો અપલોડ કરેલા છે. બોરસદમાં રહેતા કેયુરએ વડોદરાના વૃદ્ધ સાથે છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કેયુર શાહ પોતાની દરેક ગાડીના નંબર 3ની સિરિઝના જ મેળવે છે. તેની પાસે ત્રણ ગાડીઓ છે. જેના નંબર 333,3333,3333 છે. 


રથયાત્રા પૂર્વે મોટી લૂંટનું કારસ્તાન નિષ્ફળ, શું અન્ય રાજ્યમાંથી આવવાના હતા આરોપીઓ?


કુખ્યાત ઠગ કિરણ પટેલની બરાબરી ધરાવતા બોરસદના કેયુર શાહ અવી સરકારના નામથી ઓળખાતો હતો. આ ઠગ ઘણા વર્ષોથી ભાજપના નામે ચરી ખાય છે. આણંદ જિલ્લામાં એક પણ ભાજપના કાર્યક્રમમાં તે કોઈ દિવસ હાજરી આપતો નથી. છતાં પણ જિલ્લા ભાજપ દ્વારા તેઓને યુવા મોરચામાં હોદ્દો આપવામાં આવ્યો છે. જેને લઈ પક્ષમાં જ કચવાટ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ભાજપ સંગઠન દ્વારા આ શખસ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે .


દુર્ઘટના પહેલા કેવો હતો કોરોમંડળ એક્સપ્રેસનો અંદરનો નજારો, સામે આવ્યો વીડિયો


હાલ તો બોરસદ પોલીસે આ ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે ત્યારે જોવું રહ્યું રિમાન્ડ દરમિયાન આ શખ્સ એ આવી રીતે કેટલા લોકોનું ફુલેકુ ફેરવ્યું છે તે સામે આવે છે કે નહીં.