ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1900એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં કોરોના બેકાબૂ બન્યો છે. આજે જિલ્લામાં એક દિવસમાં નવા 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 19 કેસ નોંધાયા છે. જ્યારે ડીસામાં 6 કેસ, વડગામમાં 2 અને દાંતામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 282 પર પહોંચ્યો છે. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં કોરોનાના આજે નવા 19 કેસ નોંધાયા છે. જેમાં વલસાડમાં 6 કેસ, વાપીમાં 6 કેસ, પારડીમાં 5 કેસ, ઉમરગામ અને ધરમપુરમાં 1-1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કોરોના પઝિટિવ દર્દીઓની સંખ્યા 203 પર પહોંચી છે. 


આ પણ વાંચો:- 35 લાખના તોડકાંડ મામલે મહિલા PSIને રજૂ કરાયા કોર્ટમાં, 3 દિવસના રિમાન્ડ મંજૂર


ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ તાલુકામાં 7 કેસ, જંબુસરમાં 4 કેસ, હાંસોટમાં 3 કેસ, આમોદમાં 2 કેસ, અંકલેશ્વર અને વાલીયામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવી કેસની સંખ્યા 294 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે કોરોનાગ્રસ્ત 7 દર્દીઓ સાજા થતા ઘરે પરત ફર્યા છે.


ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના નવાપરામાં 1 કેસ, જેસરમાં 3 કેસ, આંબાવાળીમાં 1 કેસ, વચિત્રામાં 1 કેસ, સિંધુનગરમાં 1 કેસ, સાગવાડીમાં 1 કેસ, વિદ્યાનગરમાં 1 કેસ, હુવાના અખેગઢ, આસરાણા અને તરેડમાં 1-1 કેસ, ઉમરાળામાં 1 કેસ, વલભીપુરમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે શહેર હોસ્પિટલના ગાયનેક વોર્ડની 27 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવી આવ્યો છે.


આ પણ વાંચો:- જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત


ધોરાજીમાં ફરી કોરોનાના એક સાથે 15 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ધોરાજીમાં 3 મહિલા અને 12 પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ધોરાજી શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોના કેસની સંખ્યા 54 પર પહોંચી છે.


મહેસાણામાં કોરોના કહેર યથાવત જોવા મળતા આજે જિલ્લામાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સરકારી લેમાં લેવાયેલા સેમ્પલમાંથી 7ને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખાનગી લેબમાં લેવાયેલ સેમ્પલમાંથી 7 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. કડીમાં 5 કેસ, મહેસાણામાં 5 કેસ, ઊંઝામાં 1 કેસ, વિસનગરમાં 1 કેસ અને વીજાપુરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે આજે એક દર્દીનું મોત થયું જ્યારે 1 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં કુલ કોરોના કેસ 345 છે. જેમાં 97 એક્ટિવ છે.


આ પણ વાંચો:- શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા


વડોદરાના પાદરામાં આજે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાદરા શહેરમાં 5 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે પાદરામાં કોરોનાની કુલ સંખ્યા 137 પર પહોંચી છે. તો બીજી તરફ વડોદરાના ડભોઇમાં વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે છેલ્લા 5 દિવસમાં 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.


જામનગર જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. જામનગર શહેરમાં 1 પોઝિટિવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ધ્રોલમાં 3 કેસ, લાલપુરમાં 1 કેસ, સચાણામાં 1 કેસ અને GSFC ખાવડીમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે.


આ પણ વાંચો:- કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો


જૂનાગઢમાં આજે કોરોનાના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોષીપરા, દોલતપરા, ચિત્તાખાના ચોક અને ઝાંઝરડા રોડ પર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, ગઇકાલે શહેરમાં એક સાથે કોરોનાના 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 140 પર પહોંચી ગઇ છે.


નવસારી જિલ્લામાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં કુલ 155 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 61 રિકવર થયા છે. 6 લોકોના મોત થયા છે. જ્યારે 88 એક્ટિવ કેસ છે.


આ પણ વાંચો:- ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો


પાટણ જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સ્ત્રી અને 4 પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેરમાં વધુ 4 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. ચાણસ્માના ખોરસમમાં 1 કેસ નોંધાયો છે. અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 248 પર પહોંચી છે. જ્યારે 25 લોકોના મોત થયા છે.


જેતપુરમાં નવા 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેતપુરના ચાંપરાજપુરમાં 42 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે નવાગઢ વિસ્તારમાં 32 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ ગોંડલમાં નવા 2 કેસ નોંધાયા છે. ગોંડલના ઉમવાડા રોડ પર મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોમટા ગામે એક પુરૂષનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.


આ પણ વાંચો:- મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે


મોરબી શહેરમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. અવની ચોકડી પાસે આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે અને મહેન્દ્રપરામાં વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાના કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ બોટાદ જિલ્લામાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 102 કેસ પોઝિટિવ નોંધાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube