મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા વેપારી એસોસિયેશને મોટો નિર્ણય લીધો છે. સોમવારથી મોરબી શહેરમાં કરિયાણાના જથ્થા બંધ વેપારીઓ પોતાની દુકાનો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખશે. 3 વાગ્યા પછી કોઇ વેપારી દુકાનો ખુલ્લી રાખશે તો ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ તેને દંડ કરશે તેવો એસોસિયેશને નિર્ણય લેવાયો છે. તેને ધ ગ્રેઇન એન્ડ સુગર એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ગઇ કાલ સુધી કોરોનાના કુલ મળીને 41 કેસ નોંધાયા છે. જેથી વેપારીઓએ સતર્કતા દાખવીને સર્વાનુમતે આ નિર્ણય લીધો છે.
તો બીજી તરફ, ભાવનગર શહેર અને જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ નોંધાયા છે. શહેરના નવાપરામાં 55 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત નીકળ્યા છે. તો ભાવનગરના જેસરમાં 3 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેસરના 28 વર્ષીય યુવાન અને તેની 26 વર્ષીય પત્ની તેમજ પરિવારનો 18 વર્ષીય યુવાન કોરોનાનો શિકાર બન્યો છે.
બોટાદ જિલ્લામાં કોરોના 2 કેસ પોઝીટીવ આવ્યા છે. બોટાદ શહેરના જવાહર નગર 59 વર્ષના પુરુષ અને ગઢડાના ખોપાળા ગામે 26 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 102 થયા છે, જ્યારે કે, 73 લોકોને અત્યાર સુધી ડિસ્ચાર્જ કરાયા છે. આજ દિન સુધીમાં જિલ્લામાં ત્રણ લોકોના કોરોનાથી થયા મોત થયા છે. હાલ જિલ્લામાં 26 કેસો એક્ટિવ છે.
અમરેલી જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બંન્ને પોઝિટિવ કેસ અમરેલીના ગજેરાપરા વિસ્તારમા આવ્યા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 97 પર પહોંચી છે. હાલ અમરેલી જીલ્લામાં 41 એક્ટિવ કેસ છે. તેમજ 9 લોકોના કોરોનાને લઈને મોત નિપજ્યા છે અને 47 લોકો રિકવર થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે