કચ્છમાં આજે સવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજી છે. આજે સવારે 9 કલાક આસપાસ અહીં ભૂકંપનો આંચકો નોંધાયો છે.
કચ્છઃ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 9.05 મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં 11.8 કિમી દૂર આ આંચકો નોંધાયો છે. મહત્વનું છે કે ભૂકંપના આ આંચકાથી જાન-માલને કોઈ નુકસાન થયું નથી. શિયાળાની સીઝનમાં ઠંજીમાં થઈ રહેલી વધઘટને કારણે કચ્છમાં ભૂકંપના ઝટકા આવતા રહે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube