જામનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા શરૂ થયા છે. તો મોડી રાત્રે ગ્રામ્ય પંથકમાં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. કાલાવડના ગ્રામ્ય પંથકમાં આ આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. બે દિવસના વિરામબાદ ફરી ભૂકંપનો સિલસિલો શરૂ થયો છે. આ ભૂકંપના આંચકા મોડી રાત્રે 2.21 કલાકે આવ્યા હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાથી 29 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસથી જામનગર જિલ્લામાં ભૂકંપ
જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. પાંચ દિવસ પહેલા પણ 24 કલાકની અંદર પાંચ આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ છવાયો હતો. આ પહેલા પણ 2.5ની તીવ્રતા જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube