ભાવનગર : ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીનાં હકોને સાચવવા માટે કાયદો લવાયો તેની શરૂઆત ભાવનગરથી થઇ છે. ભાવનગરમાં આજે એક સાથે ત્રણ ફરિયાદ આ કાયદા અનુસાર નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી જમીન પર છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખુ ઉભુ કરી જમીનનો કબજો ખાલી નહી કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નોંધાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણાવાડા મામલતદારની સરકારી ગાડીનો અકસ્માત, મામલતદાર અને ડ્રાઇવરના ઘટના સ્થળે જ મોત

બીજી ફરિયાદ મહુવા ખાતેની સરકારી સર્વે નંબર 132 પૈકીની 500 ચો.મી જમીનમાં સાટાખત કરીને એક લાખ વસુલી ખરીદી/વેચાણ કરેલ છે તે બાબતની હિતેશભાઇ હરસોરા તથા રઝાકભાઇ વિરુદ્ધ સરકાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્રીજી ફરિયાદ અકવાડાના સરકારી સર્વે નંબર 106/1 ની 1416 ચો.મી જમીનમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ નાનભાઇ ખસિયા દ્વારા બિનઅધિકૃત કબ્જો કરી તેમાં પ્લોટિંગ પાડીને નબળા વર્ગના લોકોને બારોબાર વહેંચી દેવામાં આવ્યા છે.


મોદી સરકારે કોરોનાથી ગુજરાતનાં 5 કરોડ લોકોને બચાવવા આ મંત્રાલયને સોંપી હતી ખાસ જવાબદારી

ગુજરાત લેન્ડગ્રેબિંગ એક્ટ રાજ્યમાં અમલમાં આવ્યા બાદ ભાવનગર જિલ્લામાં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, બાડાના મુખ્ય કારોબારી અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટરની બનેલી આ સમિતી દ્વારા 28ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત તમામ અરજીઓ પરત્વે એફ.આર.આઇ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube