અમદાવાદ: ડેન્ગ્યુનાં કારણે 8 વર્ષની બાળકી સહિત 3નાં મોત, તંત્ર મુકપ્રેક્ષક બન્યું
સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વાદળછાયુ વાતાવરણ સર્જાય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે જ્યારે તંત્ર દ્વારા ઠાગાઠૈયા
અમદાવાદ : અમદાવાદમાં ડેન્ગ્યૂ, મલેરિયા સહિતનો મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુથી બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સહિત 3 લોકોનાં મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃત્યુ આંક વધીને 16 પર પહોંચી ચુક્યો છે. ડેન્ગ્યુના કારણે લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ વાતાવરણ અનિશ્ચિત છે. વરસાદે વિદાય લીધા છતા પણ વાતાવરણમાં ભેજ જોવા મળી રહ્યો છે. સતત વાદળછાયુ વાતાવરણ રહે છે. ઉપરાંત મોડી રાત્રે પણ ફુલ ગુલાબી ઠંડી જોવા મળે છે. બપોરે તાપમાન 35 ડિગ્રી સુધીજોવા મળે છે.
વડોદરા : દિવાળી નજીક આવતા જ લુણા સહિતના ગામોમાં ચોળાફળી/મઠીયાની માંગ વધી
હાલ બેવડી ઋતુના કારણે લોકો સતત બિમાર પડી હ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ હાઉસફુલ છે. ડેન્ગ્યું અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ડબલ સિઝનના કારણે લોકો પણ પરેશાન છે. મચ્છરોનો ત્રાસ ખુબ જ વધી ગયો હોવા છતા પણ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ઉઠાવવામાં નથી આવી રહ્યા.
ભાવનગર : દિવાળી પહેલા ચૌહાણ પરિવારમાં માતમ છવાયો, ત્રણ પુત્રોના તળાવમાં ડૂબી જતા મોત
કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ
ઘાટલોડીયાની બાળકી સહિત 3નાં મોત
ઘાટલોડિયાની રેવામણી હોલ નજીકની સંસ્કૃતી સોસાયટીમાં રહેતી 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુનાં કારણે મોત નિપજ્યું છે. તે ડ્રાઇવઇન રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. ડેન્ગ્યુના કારણે જમાલપુર અને વસ્ત્રાલમાં પણ બે લોકોનાં મોત નિપજ્યા છે. દિવાળીને હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે તેમ છતા વાતાવરણમાં કોઇ જ ફેરફાર જોવા નથી મળી રહ્યો.
દિવાળી બગડવાના એંધાણ, હવામાન ખાતાએ વરસાદને લઈને કરી મોટી આગાહી
દિવાળીમાં પણ વરસાદની આગાહી
રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ છે. ફટાકડાથી લઈને કપડા, નાસ્તા, ગિફ્ટ્સ વગેરેની ખરીદી કરાઈ રહી છે. માર્કેટમાં દિવાળીને લઈને બહુ જ ઉત્સાહ છે. પણ લોકોના આ ઉત્સાહ પર પાણી ફેરવે તેવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. એક વાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દિવાળીમાં વરસાદ આવી શકે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.