રાજકોટ : શહેરના કિસાનપરા ચોકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં પુરાઇને રહેતા બે ભાઇ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે.  LLB બીકોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચુકેલા બે ભાઇ અને એક બહેનની માનસિક સ્થિતી ખરાબ થઇ હતી. જેથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતી ખરાબ  હોવાને કારણે ત્રણેય ભાઇ-બહેને આ કૃત્ય આચર્યું હતું. જેથી સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UK થી આવેલા CM રૂપાણીની પુત્રી અને જમાઇને અધિકારીએ કહ્યું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે અને...

ત્રણેય ભાઇ બહેનને 
છોડાવવા માટે આ ગ્રુપ દ્વારા ખાસ્સી મહેનત કરવામાં આવી હતી. ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરવામાં આવી હતી જો કે તેમણે દરવાજો નહી ખોલતા આખરે દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્રણેય ભાઇ બહેનો અઘોરી જેવું જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંન્ને ભાઇની દાઢી અને વાળ વધી ગયેા હોવાનું જોવા મળ્યાં હતા. અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઇ બહેન રહે છે. જમવાનું તેમનાં પિતા પહોંચતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઇ લેતા હતા. 


રોગાનથી ભરતગુંથણ સુધી..કચ્છે આજ સુધી સાચવ્યા છે ભાતીગળ કસબ

ત્રણેય ભાઇ બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. તેના પિતા નિવૃત સરકારી કર્મચારી છે. 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30 થી 42 વર્ષ જેટલી છે. ત્રણેય મેલી વિદ્યાનાં ડરથી પીડાતા હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે તેના પિતાને ગ્રુપે કહ્યું કે, અમને એક મહિનાની અંદર સારૂ કરી દેશે, તેના પિતા પરિવાર સાથે વાત કરીને આ અંગે નિર્ણય લેશે.


રંગમંચના રંગલો, રંગલી અને ભવાઈની ભવ્યતા વિશે જાણો રસપ્રદ વાતો
સંતાનોના પિતા નવીન મહેતાએ જણાવ્યું કે, વર્ષો સુધી દવા અને દુવા બંન્ને કરી છે. રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણા મોટા નામ ધરાવતી ધાર્મિગ જગ્યાઓનાં મહંતો અને આચાર્યો પાસે ગયા હતા. જોવરાવવાનું અને પુજાપાઠ કરાવ્યા હતા. તેમ છતા આજે દિવસ સુધી તેમના સંસાનોનું  ક્યારે પણ સારુ નથી નથયું. મારા મોટા પુત્રનું નામ અંબરીશ છે તે વકીલાત કરી ચુક્યો છે. વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે પુત્રી મેઘા મહેતા નામની દીકરી છે તે એમ.એ વિથ સાયકોલોજીનો અભ્યાસ કરી ચુકી છે. ત્રીજા નંબરે દિકરી ભાવશ છે તેણે પણ ગ્રેજ્યુએશન કર્યું છે. જો કે ત્રણેય સંતાનોએ માતા ગુમાવી ત્યારથી ત્રણેય સંતાનો પર કોઇએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું લાગે છે. શહેરનાં કિસાનપરા ચોકમાં શેરીનં.8 ના ખુણા પર આવેલા એક જુનવાણી મકાનમાં ત્રણેય ભાઇ બહેન રહેતા હતા. બે ભાઇની માનસિક સ્થિતી ખરાબ છે. જ્યારે બહેનની સ્થિતી સારી છે. જેથી બંન્ને ભાઇઓને સાચવી રહી છે. 82 વર્ષીય નવીનભાઇ મહેતાનાં ત્રણ સંતાનો છે. નવીનભાઇ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા. 


બસ બે મહિના રાહ જુઓ, પછી અમદાવાદના સાયન્સ સિટીમાં એવુ જોવા મળશે જેને જોવા તમે દોડતા જશો

લોકડાઉનના કારણે અમે બહાર નહોતા નિકળતા
નવીનભાઇની દીકરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેતા બહાર નીકળતી હતી. ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાય રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે. નવીનભાઇનો નાનો દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. હાલ ત્રણેય કયા સ્થળે રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યા છે. સુરતનાં એક આશ્રમમાં ખસેડવા અંગે મંત્રણા ચાલી રહી છે. 


ગુજરાત ATS ની મોટી સફળતા, 24 વર્ષ બાદ પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ મજીદ

જો કે ત્રણેય સંતાનોની સાથે સાથે પિતા પણ અર્ધદગ્ઘ હોય તેવું લાગી રહ્યું છે. તેના પિતાએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા સંતાનો પર નજીકના સંબંધીઓ દ્વારા જ મેલી વિદ્યા કરવામાં આવી છે. જેથી તેઓ એક જ ઓરડીમાં 6 વર્ષ સુધી પુરાયેલા રહ્યા. ત્રણેય ભાઇ બહેનોને બહાર કઢાયા ત્યારે ત્રણેયનાં કપડા ખુબ જ દુર્ગંધ મારી રહ્યા હતા. રૂમની અંદર મેલા કપડા અને અખબારો પડ્યાં હતા. જેથી આ ગ્રુપ દ્વારા તમામનાં વધેલા વાળ અને દાઢી કરવામાં આવી હતી. નવડાવીને સ્વચ્છ કરીને નવા કપડા પહેરાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube