AHMEDABAD માં છકડા અને કાર વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં 3 લોકોનાં મોત, 12 ઘાયલ
રેથલ નજીક કાર અને છકડા વચ્ચે અકસ્માતમાં 12 થી વધુ ઘાયલ બેના મોત નિપજ્યાં હતા. ઇજાગ્રસ્તો વિરમગામ તાલુકાના મોટીકિશોલ ગામના હોવાની માહિતી સામે આવી છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત એક વ્યક્તિનુ સારવાર અર્થે લઇ જતા રસ્તામાં મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્તોને હાલ સાણંદ નવજીવન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 108ની મદદ ન મળતા તમામ ઇજાગ્રસ્તોને પિકઅપ ડાલા માં નાખી સાણંદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
ગૌરવ પટેલ/અમદાવાદ : રેથલ નજીક કાર અને છકડા વચ્ચે અકસ્માતમાં 12 થી વધુ ઘાયલ બેના મોત નિપજ્યાં હતા. ઇજાગ્રસ્તો વિરમગામ તાલુકાના મોટીકિશોલ ગામના હોવાની માહિતી સામે આવી છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત એક વ્યક્તિનુ સારવાર અર્થે લઇ જતા રસ્તામાં મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્તોને હાલ સાણંદ નવજીવન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 108ની મદદ ન મળતા તમામ ઇજાગ્રસ્તોને પિકઅપ ડાલા માં નાખી સાણંદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
RAJKOT માં તપાસ કરી રહેલા RAW ના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
અકસ્માતમાં 1 નું ઘટના સ્થળે મોત જ્યારે 2 ના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે 12 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નળ સરોવર રોડ પર આવેલ રેથલ ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. છકડો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 12 જેટલાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે સાણંદ GIDC પોલીસ પહોંચીને તપાસ આદરી છે. અકસ્માતના કારણો અંગે તપાસ ચાલુ કરી છે.
સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ પણ લીધી નોંધ, 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખરચો કરાશે
અત્રે નોંધનીય છે કે, છકડામાં નજીકમાં આવેલી એક ફેક્ટરી અને ખેતરના મજુરો બેઠેલા હોવાનું સામે આવ્યું છે. છકડામા 30 જેટલા શ્રમિકો બેઠેલા હતા. ઘાયલ લોકોને બાવળા, સાણંદ, માનકોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડાંગર રોપવાની સીઝન હોવાથી ખેતરમાં ગયેલા મજુરો પરત ફરી રહ્યા હતા. મજુરીકામ પૂર્ણ કરી ઘરે આવતા રસ્તામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube