રક્ષિત પંડ્યા, રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા દિવસે કોવિડ 19નો ટેસ્ટ તેમજ હેલ્થની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી સહિત કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે ગઇકાલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 16 કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટમાં પોલીસના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ


ગઈકાલે મહાનગર પાલિકાની ટીમ દ્વારા 150 કર્મચારીઓનું સ્ક્રિનિંગ તેમજ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. 50 ટકા કર્મચારીઓ પોતાના ઘરેથી યુનિવર્સિટીનું કામકાજ કરશે તો આગામી દિવસોમાં પણ હેલ્થ સ્ક્રિનિંગ તેમજ covid 19ના ટેસ્ટની પ્રક્રિયા શરુ જ રાખવામાં આવશે. તો સાથોસાથ આવતીકાલથી જે પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે કોઈ કાળે અટકાવવામાં નહીં આવે.


આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર, સાગમટા 20 કેસ બાદ સ્ટાફને ‘વર્ક ફ્રોમ હોમ’ આપ્યું


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પણ ન ફાળવવામાં આવેલ તેટલી મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી પરીક્ષા આપતા સમયે પણ સોશિયલ distanceનું પાલન થઈ શકે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને પોતાના ઘરની આજુબાજુનું જ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. અને આજે વધુ 3 પોઝિટિવ આવતા યુનિવર્સિટીમાં કોરોના પોઝિટિવ કેસ આંક 23 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર