અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ  શહેરમાં કોરોના કેસ (Coronavirus) ની સંખ્યા સતત વધી રહી છે. તેથી AMC એ નવા ત્રણ વિસ્તારોનો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના અસારવા, સરસપૂર અને ગોમતીપુર વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા છે. આ સાથે શહેરમાં કુલ 9 વોર્ડ રેડ ઝોન વોર્ડ બન્યા છે. જોકે, રેડ ઝોન જાહેર કરવા છતાં અસારવામાં આજે લોકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. લોકો હજી પણ માર્ગ પર ફરતા જોવા મળી રહ્યા હતા. તો ગોમતીપુર પણ રેડઝોનને પગલે પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયું છે. 


5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ત્રણ દિવસથી અસારવા, સરસપુર અને ગોમતીપુરમાં કેસો વધી રહ્યાં છે. અગાઉ કુલ 6 વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે કે બાકીના 42 વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં મૂકાયા હતા. તો હવે અમદાવાદમાં રેડ ઝોન વિસ્તારનો આંકડો 9 પર પહોંચી ગયો છે. અસારવાના ચમનપુરા, કલાપીનગર સહિતના વિવિધ ચાલી વિસ્તારોમાં કોરોના સ્પ્રેડ થઈ રહ્યો છે. તો ગઈકાલે 45 માથી 20 કેસ સરસપુર વોર્ડમાંથી આવ્યા હતા. 15 નવા કેસ ગોમતીપુર વિસ્તારમાંથી મળ્યા છે. આમ, સતત વધી રહેલા કેસોને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વોર્ડને રેડ ઝોન જાહેર કર્યા છે. 


કેન્દ્ર સરકારનો મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું


રેડ ઝોનમાં કેટલા કેસ 


  • શાહપુર 130

  • દરિયાપુર 154

  • જમાલપુર 622

  • બહેરામપુર 311 

  • દાણીલીમડા 219

  • સરસપુર રખિયાલ 96

  • અસારવા 106

  • ગોમતીપુર 98

  • ખાડિયા 269


‘બે દિવસ છે.. વધુ રૂપિયા આપીને પરપ્રાંતીયો સુરતથી ચાલ્યા જાવ.. હવે જમવાનુ પણ નહિ અપાય...’


કોરોના વાયરસને લઈ લોકડાઉન 3 જાહેર કરવામાં આવ્યું છે. વધુ 14 દિવસનું લોકડાઉન વધ્યુ છે, ત્યારે અમદાવાદના કોટવિસ્તાર જમાલપુરમાં અમદાવાદના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યાં પોલીસ પણ પોતાની કામગીરી સખતાઇથી કરી રહી છે. આમ તો લોકોને ઘરની બહાર નથી નીકળવા દેતી, પરંતુ જો જરૂરી કામથી નીકળેલા લોકોને પણ સમજાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર