કેન્દ્ર સરકારનો મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા
સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જામનગરને ગ્રીન ઝોનની જાહેરાત માટે રાહ જોવી પડશે.
જામનગરનો ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં સમાવેશ અંગે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારે જામનગરમાં "ગ્રીન" કે "ઓરેન્જ" ઝોન મામલે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, "ગ્રીન" ઝોન માટેની ઘોષણા ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. જામનગર હજુ સુધી "ઓરેન્જ" ઝોનમાં જ છે. જામનગરનો હજુ "ગ્રીન" ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારત સરકારની સત્તાવાર જાહેરાત અંગેની રાહ જુઓ. છૂટછાટની દ્રષ્ટિએ જામનગરમા અસર નહિ થાય. ભારત સરકારની સત્તાવાર જાહેરાત બાદ લોકોને જાણ કરાશે.
અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ
અરવલ્લી જિલ્લામાં પણ વિવાદ
કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને રેડ ઝોનમાં મૂકાયો છે. પરંતુ અરવલ્લીમાં માત્ર 19 કેસ છે. જ્યારે કે અરવલ્લી કરતા પણ અન્ય રાજ્યમાં વધુ કેસ છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, આ જિલ્લામાં 58 કેસ છે. છતાં રાજકોટ જિલ્લાને ઓરેન્જ ઝોન જાહેર કરાયો છે.
ઝોનની વ્યાખ્યા
કેન્દ્ર સરકાર દરેક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોના આધારે રાજ્યમાં આવેલા તમામ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ભાગ પાડ્યા છે. રેડ ઝોન એટલે કે જ્યાં કોરોનાનો સૌથી વધુ ખતરો છે. તો ગ્રીન ઝોનને સેફ માનવામાં આવશે. ઓરેન્જ ઝોન એટલે જ્યાં કોરોનાના નવા કેસ આવતા ન હોય તેવો વિસ્તાર ગણાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે