અમદાવાદની ખાનગી શાળાને ટક્કર મારે છે 3 સ્માર્ટ સ્કૂલ, જાણો કેમ બની ચર્ચાનું કેન્દ્ર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 3 સ્માર્ટ સ્કૂલ શરુ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી અંદાજે 2.25 કરોડના ખર્ચે એવી એક શાળા તૈયાર કરાઈ છે. આ સ્માર્ટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ ઉંચી ફી ઉઘરાવતી એવી ખાનગી શાળાને પણ ટક્કર મારે છે. આવો જોઈએ આ સરકારી એવી સ્માર્ટ શાળાની શું છે વિશેષતા, કેમ આ શાળા ચાર્ચનું બની છે કેન્દ્ર...
અતુલ તિવારી/ અમદાવાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 3 સ્માર્ટ સ્કૂલ શરુ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી અંદાજે 2.25 કરોડના ખર્ચે એવી એક શાળા તૈયાર કરાઈ છે. આ સ્માર્ટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ ઉંચી ફી ઉઘરાવતી એવી ખાનગી શાળાને પણ ટક્કર મારે છે. આવો જોઈએ આ સરકારી એવી સ્માર્ટ શાળાની શું છે વિશેષતા, કેમ આ શાળા ચાર્ચનું બની છે કેન્દ્ર...
સરકારી શાળાઓની વાત આવે એટલે તૂટેલી, છતો, જમીન પર બેસેલા વિદ્યાર્થીઓ, અપૂરતી સુવિધાના દ્રશ્યો સામે આવી જતા હોય છે.. પરંતુ સાંસદ કિરીટ સોલંકી દ્વારા તેમની ગ્રાન્ટમાંથી અપાયેલી આર્થિક સહાયની મદદથી અમદાવાદના કાંકરિયા બાદ હવે ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલ તથા એલીસબ્રીજ શાળા નંબર-12 તથા લીલાનગર પ્રાથમિક શાળા અત્યાધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ સ્કૂલ તરીકે આકાર પામી છે. હવે અમદાવાદમાં કુલ 4 સ્માર્ટ શાળાઓ કાર્યરત થઇ ચુકી છે. ગુગલ ફીચર ક્લાસ અને તેમાં આપવામાં આવેલી સુવિધા જ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે રોજ આવવ મજબુર કરી દેશે.
સાળંગપુર હનુમાનજી ધારણ કરશે 8 કિલો સોનાનાં વાઘા, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ
સ્માર્ટ શાળાની પ્રાથમિકતા માત્ર વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે અને અભ્યાસ કરે એટલે પૂર્ણ નથી થતો. અહીં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને પણ સ્કુલ અને તેના થકી વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓથી ગર્વ થાય કેમકે અમદાવાદમાં અંદાજે 370 જેટલી મ્યુનીસીપલ કોર્પોરેશનની શાળાઓ હાલ કાર્યરત છે પરંતુ 4 સ્કુલ હવે ખાનગી સ્કૂલોને ટક્કર મારી રહી છે. સ્કૂલોમાં હમેશા ફાયર સેફટીના સાધનો અને તેનો અભાવ જોવા મળે છે, રાજ્યની 50 ટકા શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર નજરે પડતા નથી પરંતુ આ સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશતા જ તમામ વસ્તુઓની હાજરી ધ્યાન આકર્ષિત કરે છે. ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ અ સ્માર્ટ સ્કુલની વિશેષતા છે. આ સ્માર્ટ સ્કુલમાં પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.
ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો અવકાશ વિજ્ઞાનનું પણ જ્ઞાન મળી રહે તે માટે અલાયદું પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યું છે. જેમાં અદભુત ફિલ્મ બતાવવામાં આવે છે, અવકાશ વિષે જાણકારી મેળવવા માંગતા બાળકોને સરળતાથી આકર્ષિત કરતું આ પ્લેનેટોરીયમની મુલાકાત કોર્પોરેશનની સંચાલિત શાળામાં કરવા મળે છે તેવી સુવિધાઓ ખાનગી શાળાઓમાં પણ ઉપલબ્ધ નથી. તો બાળકો સ્કૂલમાં રમી શકે તે માટે વિશાળ મેદાન, પાર્કિંગની સુવિધા અને સુવ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્કુલ તૈયાર કરાઈ છે.
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી
આ સ્માર્ટ સ્કૂલનું ઉદઘાટન કરતા સમયે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એ કહ્યું હતું કે તેઓ તેમના ધારાસભ્યો અને અન્ય સાંસદોને સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવા માટે કહેશે સાથે જ તેમના સાથી સાંસદો વધુમાં વધુ સ્માર્ટ સ્કૂલ બનાવવા બજેટ ફાળવે તેવા પ્રયાસો કરશે, જો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ચાલુ વર્ષે રજુ કરાયેલા બજેટમાં 25 સ્માર્ટ સ્કુલ અને 10 હાઈટેક સ્કૂલ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેમાંથી હજુ સુધીમાં માત્ર 4 સ્માર્ટ સ્કૂલ શરુ થઇ શકી છે, જ્યારે હાઈટેક સ્કૂલ માટે સ્થળ પસંદગી કરી લેવાઈ છે પરંતુ સ્કૂલ દીઠ ખર્ચ કરોડોમાં હોવાથી કોરોના મહામારીને કારણે હાલ કામ સ્થગિત રહ્યું છે. અગામી દિવસમાં વધુ 10 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાઈ રહી છે, જે જલ્દી જ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે. ત્યારે સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે અગામી દિવસમાં અમદાવાદના તમામ 48 વોર્ડમાં એક સ્માર્ત સ્કૂલ શરુ થાય તે દિશામાં તેઓ કાર્ય કરી રહ્યા છે.
ભવિષ્યમાં વધુમાં વધુ સ્માર્ટ સ્કૂલ તૈયાર થાય તો ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને લાભ મળશે તે નિશ્ચિત છે. જો કે હાલ શહેરમાં માત્ર 4 જ સ્માર્ટ શાળાઓ શરુ થઇ છે પરંતુ જો આવી વધુને વધુ શાળાઓ તૈયાર થશે તો ખાનગી શાળા તરફ વાલીઓનું વધતું આકર્ષણ ઘટશે અને બાળકો સારી તેમજ ઉચ્ચ સુવિધાઓ સાથે સરકારી શાળાઓમાં પણ અભ્યાસ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube