ભુજ : મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કૉર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: લાખો રૂપિયાના ઘરેણાં વેચવા ફરી રહેલા રીઢા રાજસ્થાની ગુનેગારો ઝડપાયા


દંપતી આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશી ટ્રેડિંગ કંપનીના નામે પેઢી ધરાવે છે. આ પેઢીના નામે તેમણે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનનો જથ્થો મુંદરા પોર્ટ મગાવ્યો હતો. જો કે, તેમાં હેરોઈન હોવાની બાતમી મળતાં DRIએ ખાસ ઓપરેશન હાથ ધરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી અત્યારસુધીનો હેરોઈનનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો સીઝ કર્યો છે.


SURAT બાઇકને કટ મારવા જેવા સામાન્ય મુદ્દે યુવકનું ચપ્પુના ઘા મારીને જાહેરમાં રહેંસી નંખાયો


DRIએ ગાંધીધામ ખાતે ગુનો દર્જ કરી આરોપી દંપતીની ચેન્નાઈથી ધરપકડ કરી હતી. ૧૭-૦૯-૨૦૨૧ના રોજ ચેન્નાઈ મેટ્રો કૉર્ટમાંથી દંપતીના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી ભુજ લઈ આવી સ્થાનિક કૉર્ટમાં રજૂ કર્યાં હતા. બેઉને કૉર્ટે પાલારા જેલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. ત્યાર બાદ આજે DRIએ તેમના ૧૪ દિવસના રીમાન્ડ મેળવવા અરજી કરી હતી. DRI વતી પેરવી કરતાં કેન્દ્ર સરકારના ખાસ વકીલ કલ્પેશ ગોસ્વામીએ કૉર્ટ સમક્ષ ગુનાની ગહન તપાસ અને અન્ય લોકોની સંડોવણી જાણવા માટે દંપતીના કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર હોવાની દલીલ કરી હતી. ભુજની ખાસ NDPS કૉર્ટના જજ સી.એમ.પવારે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને દંપતીના ૩૦-૦૯-૨૦૨૧ સુધી ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube